Home દેશ “બેટી બચાવો” એ સરકારી અભિયાન છે કે પછી દીકરી વાળાઓને ચેતવણી…..?

“બેટી બચાવો” એ સરકારી અભિયાન છે કે પછી દીકરી વાળાઓને ચેતવણી…..?

423
0
SHARE

(જીએનએસ: હર્ષદ કામદાર), તા.2
દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન જોરશોરથી ચલાવવામાં આવે છે. તે સાથે દેશ ભરની રાજ્ય સરકારોએ પણ આ અભિયાન જોરશોરથી ઉપાડી લીધું છે. પરંતુ દેશભરમાં જે રેપની ઘટનાઓ અવાર નવાર ઘટી રહી છે. રેપ વીથ મર્ડર મર્ડર એ પણ ધ્રૃણાસ્પદ રીતે ક્રુર હત્યા કરી દેશની બેટીઓની થઈ રહી છે. ત્યારે લાગે છે કે સરકારે બેટી બચાવો તેવી ચેતવણી દીકરી ધરાવતા માબાપોને આપવામાં આવી લાગે છે…..! દેશમાં નિર્ભયા રેપ કાંડ બાદ દેશભરના લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો તે સાથે કેન્દ્ર સરકારે રેપીસ્ટો માટે આકરા માં આકરા કાયદાઓ ઘડ્યા. જેમાં કેસ લડી ન શકાય તેમજ જોઈતા પુરાવા મળી જતા અનેકોને સજા થઈ છે. આમ છતાં દેશભરમાં જે દાખલો બેસાડવો જોઈએ તેમજ આકરા કાયદા ની જે પ્રકારની અસર થવી જોઈએ છે થઈ નથી…..! તેવું હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ઘટેલી ઘાતકી- અમાનુષી ઘટના બાદ લોકોને પ્રતિત થઈ રહ્યુ છે. હૈદરાબાદમાં પ્રિયંકાની સ્કૂટીને જાણીબુજીને પંક્ચર પાડવામાં આવે છે પછી પંચર કરાવી દેવાને બહાને મદદ નું નાટક કરવામાં આવે છે એ દરમિયાન મહિલા ડો. તેના ઘરવાળાઓને ફોન કરીને ડર લાગવાની વાત જણાવે છે. અને પછી ચાર નરાધમો તેનુ મો દબાવી ઉઠાવી જાય છે. અને બેરહમીથી બળાત્કાર ગુજારે છે. બળાત્કાર સમયે ડોક્ટર રાડો ન પાડે તે માટે તેનું મો જોરથી દબાવી દેવામાં આવે છે અને તે બેહોશ થઇ જાય છે. બળાત્કારીઓનો મકસદ પુરો થતાં પેટ્રોલ ખરીદી લાવી સળગાવી દેવામાં આવે છે. આવી જધન્ય ઘટના બને છે તે પણ સુમસામ સમયે. સરકાર દાવા ઠોકતી હોય છે કે પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવાયું છે. તો આ ઘટના સમયે પોલીસ પેટ્રોલીગમા ક્યાં હતી…? એ સવાલ ઉદભવવા પામ્યો છે. સમગ્ર ઘટના બહાર આવતા હૈદરાબાદની જનતા રોડ ઉપર આવી હંગામો મચાવ્યો ત્યારે પોલીસ દોડતી થઈ અને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. બીજી તરફ લોકોને જાણ થતા પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યા મતલબ પ્રજામાં બેહદ આક્રોષ હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા અને કસ્ટડીમાં લઇ જતા ચારે તરફ લોકો ઉમટી પડ્યા હતા ગુનેગારને ફાંસી આપવા નારા લગાવતા હતા. મહા મહેનતે પોલીસ આરોપીઓને લઇને કસ્ટડીમાં પહોંચી હતી.
હૈદરાબાદ ની બનેલી આ ઘટનાએ લોકોને નિર્ભયા સાથેબનેલ ઘટનાની યાદ અપાવી દીધી હતી એટલે બહુ મોટા પ્રમાણમાં લોકોમા આક્રોષ ફરી વળ્યો છે. એક કહેવત છે કે લોકો જ્યારે નમાલા ત્યારે શાસકો બેધ્યાન બની જાય અને તંત્ર પણ ઊંઘી જાય છે.ત્યારે લુખા, આવારા, સમાજ વિરોધીઓને મોકળુ મેદાન મળી જાય છે. અને આજે દેશમાં મોટા ભાગના લોકો સહનશીલતા વાળી બની ગયા છે મતલબ નમાલા બની ગયા છે…..!! નહીં તો દેશમાં તેમજ અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે કેમ કોઈ બહાર નથી આવતું….? આ ઘટના બાદ હૈદરાબાદના વકીલોએ શપથ લીધા છે કે આ રેપીસ્ટોના બચાવમાં કોઈ વકીલ ઊભા નહીં રહે. વકીલોની પણ સામાજિક જવાબદારી છે તેમ કહીને વકીલ મંડળે આ નિર્ણય લીધો છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતની ડોક્ટરી આલમ માયકાંગલી છે કે નમાલી કારણ એક દર્દીના સગા ડોક્ટરને લાફો મારે તો સમગ્ર ગુજરાતના ડોક્ટરો હડતાળ પાડી દેતાં અચકાતા નથી. ત્યારે શું હૈદરાબાદની મહિલા ડોક્ટર સાથે જે જધન્ય ઘટના ઘટી તે ઘટના ડોક્ટર આલમ માટે યોગ્ય છે…..?! તેવો સવાલ ઉદભવવા પામ્યો છે….!
જે દિવસે હૈદરાબાદની રેપ વિથ મર્ડરની જધન્ય ઘટના બની તેજ દિવસે દિલ્હીમાં નવ વર્ષની બાળા ઉપર રેપ કરી તેને ઝાડીમાં ફેંકી દેવામાં આવે છે. તો ટોકમાં છ વર્ષની બાળકી પર રેપ ગુજારી તેની હત્યા કરી દેવામાં આવે છે. ત્યારે ઓડિશામાં કોલેજ હોસ્ટેલ માં પ્રોફેસર પર રેપ ગુજારીને તેને ખતમ કરી દેવામાં આવે છે. તો ગુજરાતના રાજકોટમાં ત્રણ વિવિધ સ્થળોએ બાળકીઓ ઉપર બળાત્કારની ઘટના ઘટે છે છતાં પોલીસ તંત્રનું રકવાડુ ફરકતું નથી. કે તંત્ર પણ આ બાબતે ધ્યાન આપતું નથી….! આને આપણે શું કહીશું….? ગુજરાતના મહિલા સેલના એડીજી એ પણ ૪૮ કલાકમાં ગુજરાતમાં ઘટેલી રેપની ત્રણ ઘટનાઓ બાબતે પોતાની હૈયાવરાળ ફેસબુક ઉપર કાઢતા જિલ્લાના એસપી અને શહેર પોલીસ કમિશનરો સામે અનેક પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે શું મહિલા સશક્તિકરણની પ્રાથમિકતા તમારી નથી…..? તે સાથે ફેસબુક પોસ્ટમાં સરકારની મહિલાઓ માટેની યોજનાઓનો ઉલ્લેખ કરતા રાજ્યની કાયદા વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર તમામ કમિશનરો અને એસપીને પ્રશ્ન કર્યો છે કે મહિલા સુરક્ષા રક્ષણ અને સશક્તિકરણ તેમની પ્રાથમિકતા ની યાદીમાં મોખરે કેમ નથી….? તેમણે જણાવેલ છે કે પોલીસ પાસે ઘણા કામ છે પણ તે પ્રાથમિકતાના નથી…. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં જે તપાસ થવી જોઇએ તે થઇ જ નથી….! અને છેલ્લે ભાજપના ધારાસભ્યને વીધી નાખવામાં આવ્યા ત્યારે જે કાચી ખારેક ખાવાની ઘટનાઓનો વિડીયો ઉતર્યાનુ બહાર આવ્યું હતું…પરંતુ ત્યારબાદ આ ઘટનાનું ફીડલુ વળી ગયું છે. ટૂંકમાં સત્તાધારીઓ જ્યારે દિશાશૂન્ય બની જાય, ભ્રષ્ટાચારઓને ખોળે લઇ લે, ગુનેગારોને છાવરે…..ત્યારે આવી ઘટનાઓ આકાર લે છે……! જે એક હકીકત છે. અને હૈદરાબાદની રેપ વીથ મર્ડરની ઘટના તેનું પરિણામ છે…..!

Print Friendly, PDF & Email