Home દેશ - NATIONAL બિહારના પટનામાં હ્રદય કંપાવી નાખે તેવો અકસ્માત એક જ પરિવારના 6 લોકો...

બિહારના પટનામાં હ્રદય કંપાવી નાખે તેવો અકસ્માત એક જ પરિવારના 6 લોકો કરુણ મોત

21
0

(જી.એન.એસ) તા. 16

પટના,

બિહારમાં નેશનલ હાઈવે પર સવારના સમયે એક સ્કોર્પિયો ગાડી રોડની કિનારે પાર્ક કરેલી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તેના કારણે સ્કૉર્પિયોના ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતીના અનુસાર, આ અકસ્માત બન્યો તે સમય દરમિયાન કારમાં 11 લોકો સવારી કરી રહ્યા હતા. ભયાવહ અકસ્માતમાં કુલ 6 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે,વધુમાં 5 લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માત બન્યા બાદ સ્થાનિક લોકોની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ નિર્મલા દેવી (55), કમલા દેવી (55), નીરજ કુમાર (22), પાર્વતી દેવી (65), રિશુ કુમારી (5) અને ફુલવા દેવી (65) તરીકે થઈ છે. પાંચ ઘાયલ હજુ પણ સારવાર હેઠળ છે. પ્રાપ્ત અહેવાલના અનુસાર, પરિવારજનો એક સાથે કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આ અકસ્માતની ભયાવહઃ ઘટના બની હતી.

આ અકસ્માત ની ઘટના બિહારની રાજધાની પટનામાં આવેલા બખ્તિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં નેશનલ હાઈવે પર મંગળવારે સવારે એક સ્કોર્પિયો વાહને રોડની કિનારે પાર્ક કરેલી હિવા ટ્રકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કોર્પિયો કારના ટુકડા થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે સ્કોર્પિયોમાં કુલ 11 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી 6 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતીના અનુસાંર, તમામ લોકો બિહારના નવાદા જિલ્લામાંથી સ્કોર્પિયોમાં બેસીને પટનાના બારહ ઉમાનાથ મંદિર જઈ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્ર સરકારે 21મી જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવી
Next articleઆતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી, કડકાઈથી વ્યવહાર કરવો; સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો આર્મી ચિફને આદેશ