Home દેશ - NATIONAL બિહારના પટનામાં ઉમાનાથ ઘાટ પર 17 લોકોથી ભરેલી બોટ પલટી

બિહારના પટનામાં ઉમાનાથ ઘાટ પર 17 લોકોથી ભરેલી બોટ પલટી

39
0

(જી.એન.એસ) તા. 16

પટના,

બિહારના પટનામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. પટના જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં ઉમાનાથ ઘાટ પર 17 લોકોથી ભરેલી બોટ પલટી ગઈ હતી.  જેમાંથી 11 લોકો તરીને બહાર આવ્યા હતા. હાલમાં 6 લોકો ગુમ થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, આ લોકો ઉમાનાથ ઘાટ પર ગંગા સ્નાન કરવા ગયા હતા.નોંધનીય છે કે, આજરોજ ગંગા દશેરા હોવાના કારણે ગંગા સ્નાન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અહીં ગંગાના બંને કાંઠે ભક્તોની ભીડ હતી. આ દરમિયાન એક હોડી કાબૂ બહાર ગઈ અને ગંગાની વચ્ચે ડૂબી ગઈ.

ઉમાનાથ ઘાટ પર ગંગા દશેરાના દિવસે હોળી પાણીમાં ડૂબતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.બોટ ડૂબવાની ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શરૂઆતમાં સ્થાનિક ડાઇવર્સ ડૂબી ગયેલા લોકોને શોધવામાં વ્યસ્ત હતા, બાદમાં એસડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી. હાલ બધી ટીમો ડૂબી ગયેલા લોકોના બચાવ કામમાં લાગી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કોઈ પણ ખોટું કરનારને બક્ષવામાં આવશે નહીં. બાળકોના ભવિષ્ય સાથે રમતને સહન કરવામાં આવશે નહીં
Next articleકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક