Home દેશ - NATIONAL બિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ આવી સામે

બિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ આવી સામે

22
0

(જી.એન.એસ),તા.૧૯

બિગ બોસ 17નો ફિનાલે 28 જાન્યુઆરી 2024ના રોજ થશે. શોનો છેલ્લો એપિસોડ રવિવારે કલર્સ ચેનલ પર પ્રસારિત થશે. શોનો છેલ્લો એપિસોડ રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે. જો તમે ઓટીટી પર બિગ બોસ 17 ફાઈનલ જોવા માંગો છો તો, જીયો સિનેમા એપ પર ફિનાલે જોઈ શકશો. બિગ બોસમાં વિનર સ્પર્ધકને લાખો રુપિયાના ચેકથી નવાજવામાં આવે છે. આ વખતે આ 3 સ્પર્ધકોના નામ ફાઈનલની રેસમાં છે. 

બિગ બોસ 17 સીઝન તેના છેલ્લા પડાવ પર આવી ગઈ છે. શોમાં હવે 7 સ્પર્ધક જોવા મળી રહ્યા છે. જેમાંથી 5 સ્પર્ધક ફાઈનલ સુધી પહોંચશે. ત્યારબાદ આ 5માંથી કોઈ એક સ્પર્ધક બિગ બોસની ફાઈનલ ટ્રોફી હાથમાં ઉઠાવશે. મોટી પ્રાઈઝ મની પણ જીતશે. બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીના રોજ છે. આ સાથે જ બિગ બોસ 17ની સીઝન પુરી થશે અને બિગ બોસને તેનો વિજેતા સ્પર્ધક મળી જશે. વિજેતા સ્પર્ધકો પર પૈસાનો વરસાદ થશે. મીડિયા રીપોર્ટ અનુસાર વિજેતા ખેલાડીને 30 થી 40 લાખ રુપિયાનો ચેક આપવામાં આવશે. 

બિગ બોસ 17 જીતની રેસમાં હાલમાં જો કોઈ આગળ જોવા મળી રહ્યું છે તો તે છે અંકિતા લોખંડે, અભિષેક કુમાર અને મુનાવર ફારુકી છે. આ માંથી કોઈ 2 સ્પર્ધકની વાત કરીએ તો અંકિતા અને મુનાવર ફારુકી બંન્નેમાંથી કોઈ એક સ્પર્ધક ટ્રોફી જીતી શકે છે. શોના ટોચના સ્પર્ધકો વિશે વાત કરીએ તો, આ લિસ્ટમાં અંકિતા લોખંડે, વિકી જૈન, મુનાવર ફારુકી, મન્નારા ચોપરા, ઈશા માલવિયા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ ‘Animal’ને લઈને દિલ્હી HCએ T-Series અને Netflix Indiaને સમન્સ મોકલ્યા
Next articleબાહુબલીનું ટોટલ બજેટ કરતા પણ વધુ છે બિગ બોસ શોમાં સલમાન ખાન હોસ્ટની ફી