Home હર્ષદ કામદાર બાપુની બુલેટ ટ્રેનને મોદીએ મેમુમાં ફેરવી નાખી, શું આને કહે્વાય હું વિકાસ,...

બાપુની બુલેટ ટ્રેનને મોદીએ મેમુમાં ફેરવી નાખી, શું આને કહે્વાય હું વિકાસ, હું છું ગુજરાત…?

1294
0
SHARE

છેલ્લા બે મહીનાથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નર્મદા યોજના પૂરી કર્યાના ઉત્સવો મનાવી રહ્યા છે. ઉત્સવપ્રેમી નરેન્દ્ર મોદીના શાસનમાં નર્મદા યોજના પ્રાયોરિટી ન હતી. અને નર્મદા યોજના ચર્ચાનો વિષય પણ ન હતો. પમ નર્મદા યોજનાનું કામ ઝડપથી કરવા માટે ચીમનભાઇ પટેલ પછી કેશુભાઇ પટેલે મહેનત કરી આગળ વધારવાનું કામ કર્યું હતું. પણ આ બંને મુખ્યમંત્રીઓને આ યોજના આગળ ધપાવવામાં ચાર વર્ષનો સમય મળ્યો. પૈસા ખૂટ્યા તો ચીમનભાઇએ નર્મદા બોન્ડ કાઢ્યા હતાં. ગુજરાતીઓએ ખોબલે ખોબલે પૈસા આપીને તિજોરી છલકાવી દીધી હતી. પરંતુ એમનું અકાળે અવસાન થયું અને ફરી નર્મદા યોજના ખોરંભે પડી.
કોર્ટમાં નર્મદાની લડાઇ ચાલતી હતી પરંતુ ગુજરાતના 18000 ગામડા ફરેલા શંકરસિંહ વાઘેલાને ગામડાની પાણીની સમસ્યાની ખબર હતી. એમણે અસલી દરબારી મિજાજ અને ખુમારી બતાવી, એમણે કોર્ટની આંટીઘૂટી વચ્ચે સીધું જ કહ્યું કે, કોર્ટમાં કેસ ચાલે છે તો પહેલા ઉદ્યોગોને અપાતા પાણી પર વેરો નાંખો અને જ્યાં પાણી નથી મળતું એવા ગામોમાં પાણી આપો અને ખેડૂતોને પાણી આપો. પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તક મુજબ ગરીબ ખેડૂત અને ગામડાના ગરીબ માણસોને ફ્લોરાઇડવાળું પાણી ન મળે તે માટે એ જમાના રૂ. 109 કરોડની યોજના કરી હતી. અને જમીનના ભૂર્ગભના પાણી ૂઊંચા લાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ કર્યું હતું. આ ખર્ચની અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર ન પડે તે માટે ઉદ્યોગોમાં વપરાતા પાણી પર વેરો નાંખ્યો હતો.
જેથી લોકોને આસાનીથી પાણી પહોંચાાડી શકાય. અને પ્રજા પર વધારાનો બોજો ના પડે. કોર્ટમાં નર્મદા યોજાનામાં રોડાં નાંખનાર લોકોને જવાબ આપવા માટે એમણે કોર્ટમાં કહ્યું હતું કે, સરદાર સરોવર યોજના પૂરી કરો નહીંતર શહીદ સ્મારક બનાવી દો. આમ દરબારી મિજાજમાં કોર્ટમાં જવાબ આપી દીધો પણ બાપુ એટલે બેટર એડમિનિસ્ટ્રેશન એઝ પરફેક્ટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ એટલે કોર્ટમાં જે વાંધા ઉઠાવ્યા હતા તે પૂરા કરવાનું શરૂ કરી દીધું હતું.
એ સમયમાં બદલાયેલા વડાપ્રધાન આઇ. કે ગુજરાલ ને સમસ્યા સમજાવી, કેન્દ્રીય પ્રધાન દેવે ગૌડાને સમજાવ્યા. આ બંને જણાએ નર્મદા યોજનામાં રોડાં નાંખનારા લોકોને સમજાવ્યા. પરંતુ સમજાવટની સાથે સાથે કામ પણ શરૂ કરી દીધુ હતું.
1997માં કોર્ટમાં નર્મદા યોજનામાં કેનાલ બનાવવાની વાત હતીં. નર્મદાના અસરગ્રસ્તોના પુનર્વસવાટના કામ માટે જમીન સંપાદન કરવાનું અને એમના માટે મકાનો બનાવવાનું કામ શરૂ કરી દીધું. એ સમયે 45 ચો.મીટરના મકાનો વિસ્તાપિતો માટે બનાવવાનું શરૂ કરી દીધું હતું. જેમની જમીન જતી રહી તેમના માટે દસ હજાર હેક્ટર જમીન સંપાદિત કરી દીધી અને નર્મદાની કેનાલ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. એના માટે સાડા નવસો કરોડની રકમ ફાળવી હતી.
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ લખેલી આ સત્ય હકીકતો માત્ર 370 દિવસમાં પૂરી થઇ હતી. અને બાપુનો આ રાગ દરબારી ગાવાનો મોદીએ શરૂ કર્યો પણ એ કામો પૂરા થતા 13 વર્ષ મુખ્યમંત્રી તરીકે અને ત્રણ વર્ષ વડાપ્રધાન તરીકે એટલે કે 16 વર્ષ અથવા તો 5840 દિવસ લાગ્યા ક્યાં 370 દિવસ અને ક્યાં 16 વર્ષના 5840 દિવસ અને પાછો મોડાં કામ કરવાનો જલસો. લો આને કહે્વાય હું વિકાસ, હું છું ગુજરાત, વર્સીઝ ટનાટન સરકાર, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના પુસ્તકની સત્યતાના આધારે વધુ કમ્પેરિઝન વાંચો આવતી કાલે.

Print Friendly, PDF & Email