Home હર્ષદ કામદાર બાપુના વિઝન-2012ને વાઇબ્રન્ટ ગુજરાત બનાવી છવાયા મોદી …

બાપુના વિઝન-2012ને વાઇબ્રન્ટ ગુજરાત બનાવી છવાયા મોદી …

1230
0
SHARE

ગુજરાતમાં ભાજપને થુપ્પાઇસ કહીને શંકરસિંહે સરકાર બનાવી હતી. આ સરકાર ધીમે ધીમે નહીં પણ જ8લ્દી જલ્દી પાટા પર દોડવા માંડી હતી. એવામાં થોડા સમયમાં બજેટનો સમય આવ્યો. શંકરસિંહ પહેલેથી જ દરબારી હોવાથી દરબાર ભરવાના શોખિન પણ આ વખતે તેમણે અકબરની જેમ દરબાર ભર્યો અને એમાં બધાં અર્થશાસ્ત્રના નિષ્ણાતોને બોલાવ્યા. એમની સામે ચીમનભાઇ પટેલ અને કેશુભાઇના સમયમાં ખાલી થયેલી તિજોરી કેમ ભરી શકાય એની ચર્ચા કરી. અર્થશાસ્ત્રીના આંકડા અને ખાલી તિજોરી વચ્ચે કેમ મેળ કરવો એનું પ્લાનિંગ કર્યું અને નવમી પંચવર્ષીય યોજના તૈયાર કરી, જે આઠમી પંચ વર્ષીય યોજના કરતાં લગભગ દોઢસો ટકા મોટી હતી.
એમાં વિકાસના આયોજન છતાં શિક્ષણ, રોજગાર, રસ્તા, ટ્રાન્સપોર્ટેશનની વાત હતી. એનું અમલીકરણ સિસ્ટમેટિક રીતે કેવી રીતે કરવું તેની આયોજનબદ્ધ પ્લાનિંગ કરવાનું નક્કી કરાયું. કારણ કે વધે એટલે રોજગાર આપવાની સમસ્યા આવે. અર્થતંત્ર ધીમે ધીમે ગ્લોબલાઇઝેશન તરફ જઇ રહ્યું હતું એનું પ્લાનિંગ કરવાનું હતું. જેથી યુવાનો કોલેજમાંથી બહાર નીકળે એટલે તરત એમને નોકરી મળી જાય.
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત પુસ્તકમાં લખ્યું છે કે, શંકરસિંહ વાઘેલાએ તાત્કાલિક સામ પિત્રોડા જેવા વિઝનરી માણસ સાથે 15 લોકોની એક ટીમ બનાવી. આ ટીમનું નામ આપ્યું બ્રેઇન સ્ટોર્મિંગ સેમિનાર.
આ સેમિનારમાં દર વર્ષે તબક્કાવાર આયોજન કરવાની એક બ્લુ પ્રિન્ટ બનાવી. જેમાં ઉદ્યોગ કેવી રીતે વધે. જો ઉદ્યોયગ આવે તો રસ્તા કેવી રીતે બને? બજારમા સામાન કેવી રીતે વેચાય.એટલુ જ નહીં ખેતપેદાશોનો ઉપયોગ કરીને તેને વેલ્યુ એડિશન કરીતેનો ઉપયોગ કેમ કરવો, જેથી ગુજરાતની આવક વધે એનું આયોજન થયું. અને આ આખાય પ્લાનનું નામ આપ્યું ગુજરાત વિઝન 2012. એ વખતે ઇન્ટરનેટનો ઉપયોગ કેમ થાય અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને કેવી રીતે યુવાનોને રોજગારી આપી શકાય તેની બ્લુ પ્રિન્ટ બનાવાઇ હતી.
વિષ્ણુ પંડ્યાના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ છે કે, ગુજરાત વિઝન 2012 એવો અદભૂત બન્યો હતો કે, પશ્ચિમ ભારતના બધા રાજ્યોએ એનો ડ્રાફ્ટ મગાવીને તેના પર અમલ કરવાનું શરૂ કર્યું હતું. આ બતાવી આપે છે કે, એ વખતનું આયોજન કેટલું ઝડબેસલાક હતું.
આ વિઝનની ફાઇલનો સદઉપયોગ વાઇબ્રન્ટ ગુજરાતના નામે નામ બદલીને થયો. અને એનો રાગ એવો જોર શોરથી આલાપાવામાં આવ્યો કે, દેશના અનેક રાજ્યોમાં તેનો અમલ થવા માડ્યો હતો.
શંકરસિંહે જે માત્ર 370 દિવસમાં કરી બનાવ્યું તે કામ કરતાં મમોદીને 13 વર્ષ લાગ્યા, બોલો આને કહેવાય ટનાટન સરકાર સામે હું છું વિકાસ, હું છું ગુજરાત. અને બાપુના 23 વર્ષ પહેલાના પ્લાનિંગ વિષે વાંચો આવતી કાલે -હર્ષદ કામદાર

Print Friendly, PDF & Email