Home હર્ષદ કામદાર બાપુના વિઝનને મોડે મોડેથી સમજેલા મોદી એનો અમલ કરવામાં પણ મોડા પડ્યા

બાપુના વિઝનને મોડે મોડેથી સમજેલા મોદી એનો અમલ કરવામાં પણ મોડા પડ્યા

1142
0
SHARE

શંકરસિંહ વાઘેલાની સરકારે જ્યારે નિષ્ણાતોની સાથે મળીને બ્રેઇન સ્ટોર્મિંગ શરૂ કર્યું ત્યારે ખબર પડી કે, આવનારા દિવસોમાં ખેતીમાં ઉત્પાદન વધશે અને યુવાનોને રોજગારીની સમસ્યા આવશે.
આ બાબતોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા શંકરસિંહે ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ બનાવ્યો, જેમાં ઉદ્યોગો અને કોર્પોરેટ હાઉસ અને બેન્કોને ફરજિયાત 50 હજાર લોકોને સલામતિ રક્ષક તરીકે કામ કરવાનો આદેશ આપ્યો. એનો અમલ શરૂ થયો. ચબરાક મોદીએ પણ એ યોજનાનું નામ બદલીને લોકરક્ષક દળ બનાવીને આવા યુવાનોને ફિક્સ પગારથી નોકરી આપવાનું શરૂ કર્યું.
ફિક્સ પગારથી પોલિસમાં રખાયેલા લોકરક્ષક દળના આ કર્મચારીઓ ઓછા પગારને કારણે ઉપરની આવક કરવા માંડ્યા. પણ ખાતો નથી અને ખાવા દેતો નથી વાળા મોદી ભૂલી ગયા કે, શંકરસિંહના રસ્તા પર આંખે પાટા બાંધીને ચાલવામાં એમણે ભ્રષ્ટાચારને વેગ આપી દીધો.
શંકરસિંહને ખરાબ ચિતરવામાં તનતોડ મહેનત કરનાર મોદી માટે અધરૂં કામ હતું. પણ શંકરસિંહના આઇડિયાને ક્રેડિટ ના મળે એટલે આયોજન કરી લીધું. પરંતુ શંકરસિંહના બીજા આયોજનના અમલમાં શરમાયેલા મોદીને એ વખતે ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો. શંકરસિહ જાણતા હતા કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં બટાકા, કાંદા અને કપાસનું ઉત્પાદન વધવાનું છે. એમણે એમનું આગોતરૂં આયોજન કર્યું હતું. કપાસની નિકાસ માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવી કપાસની નિકાસ શરૂ કરાવી હતી. તો બીજી તરફ ડૂંગળીના ભાવો વધે નહીં તે માટે 23 વર્ષ પહેલા 25 કરોડની યોજના બનાવી ‘માર્કેટ ઇન્ટરવેન્શન પોલિસી’ આવ્યા હતાં.
આ પોલિસીના કારણે મોટો ફાયદો એ થયો કે, ખેડૂતોને કપાસના ભાવ કાબુમાં રહ્યા. 370 દિવસમાં ડૂંગળીના ભાવો વધ્યા નહીં જ્યારે 13 વર્ષના મોદીના શાસનમાં ગરીબોની કસ્તૂરી એવી ડૂંગળીના ભાવો આસમાને પહોંચ્યા હતાં. 80 રૂપિયે કિલો ડૂંગળી વેચાતી થઇ હતી. તો વળી કપાસની નિકાસ માટે આગોતરૂં આયોજન ન કર્યું એટલે કપાસ વાવનારો ખેડૂત રાતા પાણીએ રડ્યો હતો. 2005માં ખેડૂતોએ કપાસની નિકાસ માટે ધમપછાડા કર્યા પણ મોદીના પેટનું પાણી ન હાલ્યું હતું. 2006માં પાણી નાક સુધી આવી ગયું એટલે 2007ની ચૂંટણી પહેલા કપાસની ખરીદીની ‘વાર્તા’ કરી. સરકારી આયોજન ન કર્યું, જેના કારણે સરકારની અણઆવડતના કારણે ખેડૂતોને કરોડોનું નુકસાન ગયું.
આ તો પાશેરમાં પહેલી પૂણી હતી. બટાકાની ખેતી વધતી જતી હતી. બટાકાની ખેતી વધતી ગઇ હતી. એની સામે ખરીદી ઘટતી ગઇ. ઉદ્યોગપતિઓના તારણહાર મોદીએ કેટલાક લોકોને ભાજપનું સમર્થન કરવા લ્હાણીમાં કોલ્ડ સ્ટોરેજની લ્હાણીમાં એટલા બધા કોલ્ડ સ્ટોરેજ બનાવી દીધા,પરંતુ હાલત એવી થઇ કે, કોલ્ડ સ્ટોરેજમાં બટાકા રાખવા ખેડૂતો માટે મોંઘા પડવા લાગ્યા. ખેડૂતોને પાણી વીજળી અને ખાતરના પૈસા મળતા ન હતાં, છેવટે ખેડૂતોએ બટાકા ના વેચ્યા એટલે રસ્તા પર ફેંકવાના શરૂ કર્યા હતાં. ડીસામાં મોટા પાયે ખેડૂતોએ રોડ પર જ બટાકા ફેંકવાનું શરૂ કર્યા. ડીસામાં મોટા પાયે ખેડૂતોએ રોડ પર બટાકા ફેંકી સરકારનો વિરોધ કર્યો હતો. છેવટે મોદીએ ખેડૂતોએ રોડ પર બટાકા ફેંકીને સરકારનો વિરોધ કર્યો. છેવટે મોદીએ ખેડૂતો સામે ઝુકીને બટાકા ખરીદવાનું શરૂ કરવું પડ્યું હતું.
પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ લખેલા સરકારી પુસ્તકમાં શંકરસિંહના વિઝનનું અંગ્રેજી કરી નાંખનાર વાઇબ્રન્ટ ગુજરાતના નામ રૂપિયાનો ધૂમાડો કર્યો, પણ મૂળ તો શંકરસિંહનું વિઝન 2012નો અમલ હતો. ફરક એટલો જ હતો કે, મોદીએ શંકરસિંહના આઇડિયાને પેકેજિંગ કરી એનું પોતાની રીતે માર્કેટિંગ કર્યું. તો શંકરસિંહે ટનાટન રીતે કામ કર્યું. એટલે સ્વમાન જળવાઇ રહ્યું હતું . ત્યારે મોદીને હવે દિલ્હીથી દોડીને આવવું પડે છે. અને કહેવું પડે છે કે ‘’હું છું વિકાસ, હું છું, ગુજરાત’’. જો મોદીએ શંકરસિંહની જેમ પોતાના મુખ્યમંત્રી માંથી હું કાઢી પ્રજાની વચ્ચે કામ કર્યું હોત તો કદાચ ગુજરાતનો વિકાસ કોસ્મેટિક રીતે નહીં પણ પ્રજા માટે ખરા અર્થમાં થયો હોત.

Print Friendly, PDF & Email