(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
પાડોશી દેશ બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, BSF દ્વારા ભારત-બાંગ્લાદેશ સરહદે હાઈ એલર્ટ જારી કર્યું છે. બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે, એમ બીએસએફના એક વરિષ્ઠ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.
બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનને કારણે સરહદ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અનામત મામલે દેશમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા. દેશમાં અનામત આંદોલન વધુ હિંસક બનતા વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડવાનો વારો આવ્યો. આજે પીએમ શેખ હસીના રાજીનામું આપતા રાજધાની ઢાકા છોડી ભારતની શરણમાં આવ્યા હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. પીએમ શેખ હસીના બાદ હાલમાં બાંગ્લાદેશમાં સેના કમાન સંભાળશે. સેનાના ચીફે દેશને સંબોધન કરતાં કહ્યું કે દેશમાં હાલ વચગાળાની સરકાર બનાવવામાં આવશે.
છેલ્લા એક મહિનાથી બાંગ્લાદેશમાં અનામત મામલે વિરોધ ચાલી રહ્યો છે. આ મામલો વધુ ઉગ્ર બનતા પીએમ શેખ હસીનાએ દેશ છોડવાની નોબત આવી. આ સ્થિતિની ભારત પર પણ અસર થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખતા ભારતીય સરહદો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલ સરહદ પર BSF અને સેના અત્યારે હાઈ એલર્ટ પર છે. બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓ તેમજ અન્ય સમુદાયના લોકો ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરી શકે છે. દેશમાં મોટાપાયે અરાજકતાની સ્થિતિને લઈને અનેક લોકો ભારતમાં આશ્રય લેવા સ્થળાંતર કરે તેવી સંભાવના છે. નાગરિકોના મોટાપાયે સ્થળાંતરને ધ્યાનમાં રાખી હાલમાં ભારતની સરહદોની સુરક્ષા વધુ કડક કરવામાં આવી. હવે સમગ્ર મામલે ભારતના વડાપ્રધાન પીએમ મોદી, રાજનાથ સિંહ તેમજ અજીત ડોભાલ વધુ ધ્યાન આપશે.
જયારે શ્રીલંકા બાજુથી સ્થિતિ માંડ થાડે પડી ત્યારે બાંગ્લાદેશમાં અનામતનો દાવાનળ સળગ્યો જેમાં ભારતને પણ મોટું નુકસાન થઈ શકે છે. આ સમય ભારત માટે વધુ મહ્તવનો રહેશે. ભારત વકફ બોર્ડ, નીટ પેપર લીક અને વરસાદ જેવી કુદરતી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે બાંગ્લાદેશના નાગરિકો ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વધુ સમસ્યા ના સર્જે માટેના પ્રયાસો સેના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. શેશ પૌલ પોતાના ટ્વીટર હેન્ડલ માધ્યમથી ભારત સરકારને સંદેશ આપ્યો ભારતીય સેનાએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ કે જેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમને બચાવવા પ્રયાસ કરવો જોઈએ.
ભારત દેશમાં રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી એક મોટી સમસ્યા બની ગઈ છે. રોહિંગ્યા બાંગ્લાદેશ બોર્ડર દ્વારા સતત ભારતમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ઘણા રાજ્યોમાં સ્થાયી થયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે આસામ ભારત-બાંગ્લાદેશ સરહદના એક ભાગની સુરક્ષા કરી રહ્યું છે, પરંતુ હજુ પણ દેશનો મોટો વિસ્તાર હજુ પણ અસુરક્ષિત છે. વધુમાં બિસ્વા સરમાએ કહ્યું કે બંગાળ સરહદ દેશની સુરક્ષા માટે નબળી કડી છે. તેમણે આ મામલે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાની માંગ કરી છે. સીએમનો આરોપ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઝારખંડના મુખ્યમંત્રી રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી પ્રત્યે નરમ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.