Home મનોરંજન “બત્તી ગુલ મીટર ચાલુ”માં યામી ગૌતમી પણ અભિનય કરશે.

“બત્તી ગુલ મીટર ચાલુ”માં યામી ગૌતમી પણ અભિનય કરશે.

556
0
SHARE

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ટોચની બનવા તરફ જઇ રહેલી અભિનેત્રી યામી ગૌતમને બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. ટૉયલેટ એક પ્રેમકથા જેવી હિટ ફિલ્મ આપનારા ફિલ્મ સર્જક શ્રી નારાયણ સિંઘની આ ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય રોલ કરી રહ્યાં છે. પરંતુ તાજેતરમાં યામી ગૌતમને પણ આ ફિલ્મના એક રોલ માટે સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. ટૉયલેટ એક પ્રેમકથાની જેમ આ ફિલ્મ પણ સામાજિક ઉદ્દેશ ધરાવતી ફિલ્મ છે. ઉત્તર ભારતમાં બેફામ થઇ રહેલી વીજચોરીના વિષય પર આ ફિલ્મ બની રહી છે. શાહિદ કપૂર વીજચોરની ભૂમિકા કરી રહ્યો છે. એના પર કોર્ટમાં કેસ થાય છે ત્યારે એનો બચાવ કરતી મહિલા ધારાશાસ્ત્રીના રોલ માટે યામીને સાઇન કરવામાં આવી હતી. આ રોલ યામીને પોતાની ઇમેજ બદલવા માટે મદદરૃપ થાય એવી શક્યતા હોવાનું કહેવાય છે. અત્યાર સુધી એણે લવર ગર્લના રોલ કર્યા છે. આ ફિલ્મની ઔર એક રસપ્રદ વાત એ છે કે શાહિદે ફિલ્મના મહેનતાણામાં કાપ લેવાની સ્વેચ્છાએ તૈયારી દાખવી હતી. એને પણ સામાજિક ઉદ્દેશ ધરાવતી આ ફિલ્મમાં રસ પડયો હતો. અત્યાર અગાઉ આ પ્રકારની ફિલ્મો અક્ષય કુમાર વધુ કરતો હતો. હવે એમાં શાહિદનો ઉમેરેા થયો હતો.

Print Friendly, PDF & Email