Home વ્યાપાર જગત ફુગાવાની વધતી જતી ચિંતા અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીના પગલે ભારતીય...

ફુગાવાની વધતી જતી ચિંતા અને ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૫.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૩૧૮.૪૭ સામે ૫૪૫૫૪.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૧૩૦.૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૫.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯.૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૨૦૮.૫૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૪.૯૫ સામે ૧૬૩૦૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૬૭.૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૩૭.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

LIC ઓફ ઈન્ડિયાનું અપેક્ષિત નિરાશાજનક ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ થયા છતાં આ અપેક્ષિત નિરાશાજનક લિસ્ટિંગના પરિબળને અવગણીને અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની આગ ફરી ભડકી બેરલના ૧૧૫ ડોલરની સપાટીએ પહોંચી જવાના નેગેટીવ પરિબળને અવગણીને ફંડો, મહારથીઓએ આજે સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે આરંભમાં એફએમસીજી શેરોમાં શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગે ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ભારતમાં ફુગાવાનો રીટેલ આંક એપ્રિલમાં વધીને આઠ વર્ષની ઊંચાઈએ ૭.૭૯% રહેતા અને ઉછાળે નફારૂપી વેચવાલી સાથે છેલ્લા કલાકમાં ફંડોના શરૂ થયેલા હેમરીંગે ઉછાળો ધોવાઈ જઈ અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ફોરેન ફંડોની ભારતીય શેરબજારમાં સતત મોટાપાયે શેરોમાં વેચવાલી કરતાં રહી ઉછાળે શેરોમાં ઓફલોડિંગ યથાવત રહ્યું હતું. વૈશ્વિક આર્થિક મોટી મંદીના એંધાણ સાથે ફુગાવાના કારણે પરિસ્થિતિ વિશ્વભરમાં વકરી રહી હોઈ અમેરિકા, ભારત સહિતમાં સેન્ટ્રલ બેંકો દ્વારા તોળાતા વધુ વ્યાજ દરમાં વધારાને લઈ આજે શેરોમાં ઉછાળે સાવચેતીમાં ફોરેન ફંડોએ તેજીનો વધુ  વેપાર હળવો કર્યો હતો. અમેરિકામાં ફુગાવાનો આંક અપેક્ષાથી ઓછો વધીને આવતાં રિકવરી પાછળ વૈશ્વિક બજારોમાં આરંભમાં રિકવરી જોવાઈ હતી. વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં આરંભિક ઉછાળો અંતે ધોવાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૫.૫૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝીક મટીરીયલ, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૭૯ અને વધનારની સંખ્યા ૧૮૬૬ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક આર્થિક મંદીના ભણકારા અને વ્યાજદરમાં વૃદ્ધિની આશંકાઓ વચ્ચે પબ્લિક ઇશ્યૂ મારફતે નાણાંકીય ભંડોળ ઉભું કરવાની કામગીરી જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક દરમિયાન ૬૦% ઘટી છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક દરમિયાન ૧૬ ભારતીય કંપનીઓ જાહેર ભરણું લાવી જ્યારે તેની અગાઉના વર્ષે ૨૩ આઇપીઓ આવ્યા હતા. આમ આઇપીઓ દ્વારા નાણાં ઉભા કરવાના પ્રમાણમાં ૬૦%નો જ્યારે સંખ્યાની રીતે ૮૨%નો ઘટાડો નોંધાયો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન મુખ્ય સ્ટોક એક્સચેન્જ પર માત્ર ત્રણ જ નવી કંપનીનું લિસ્ટિંગ થયુ છે અને તેમણે ૯૯.૫ કરોડ ડોલર એક્ત્ર કર્યા હતા. જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં ૨.૫૭ અબજ ડોલર ઉભા કરવામાં આવ્યા હતા. તો એસએમઇ એક્સચેન્જ પર માર્ચ ક્વાર્ટરમાં લિસ્ટેડ થનારી નવી ૧૩ કંપનીઓએ ૧.૭૪ કરોડ ઉભા કર્યા હતા.  તાજેતરના ભૂ – રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાથી યુરોપ, મીડલ ઇસ્ટ, ભારત અને આફ્રિકા જેવા દેશોની કંપનીઓ તેમના આઇપીઓની યોજના પાછળ ઠેલવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષના અંતે પ્રાયમરી માર્કેટમાં ફરી ધમધમાટ જોવા મળી શકે છે. કારણ કે માર્ચ ક્વાર્ટરમાં ૨૦ થી વધારે કંપનીઓએ આઇપીઓ માટે સેબી સમક્ષ દસ્તાવેજો જમા કર્યા છે. આઇપીઓ લાવવા અને શેરબજારમાં લિસ્ટિંગ માટે ઉત્સુક મોટાભાગની કંપનીઓ કન્ઝયુમર, ફાર્માસ્યુટિકલ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરની ન્યુ-એજ કંપનીઓનો સમાવેશ થાય છે.

Print Friendly, PDF & Email