Home દેશ - NATIONAL પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે રેલવે 800થી વધુ ટ્રેન દોડાવશે

પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળા માટે રેલવે 800થી વધુ ટ્રેન દોડાવશે

78
0

(GNS),18

રેલવેએ જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં યોજાનારા કુંભ મેળાની તૈયારીમાં લાગી ગયું છે. શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં પહોચી શકે તે માટે 800થી વધુ વિશેષ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ છે. વિશેષ ટ્રેન અને અન્ય યાત્રી સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઉત્તર રેલવેના મુખ્ય મથક બરોડા હાઉસ ખાતેથી અધિકારીઓ સાથે બેઠક કરી હતી.રેલવે મંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી 2025ના 6 મુખ્ય દિવસ માટે 800 થી વધુ મેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. કુંભ 2025માં 15 કરોડથી વધુ યાત્રિકો આવવાની આશા છે.ROB/RUB અને NR, NCR અને NER દ્વારા કરવામાં આવનાર મુસાફરોની સુવિધાઓ સહિત વિવિધ કામો માટે રૂ. 837 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે NCR, NER અને NRના કુલ નવ સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.

રેલવે મંત્રીએ કંટ્રોલ ઓફિસનું પણ નિરીક્ષણ કર્યું અને કંટ્રોલ ઓફિસના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનની અવરજવરની સરક્ષા માટે પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે તેની સાથે બાંધછોડ ન કરવી જોઈએ, સાફ સફાઈ અને અન્ય સમસ્યાઓને યોગ્ય કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કુંભની તૈયારીઓને લઈ તમામ કામ સમય પર પુરા થવા જોઈએ, રેલવે અત્યારે ઉનાળા માટેની સ્પેશિયલ ટ્રેન ચલાવી રહ્યું છે. આ સિવાય સમય સમય પર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરે છે. જેનાથી લોકોને આવવા જવા માટે અસુવિધાઓને સામનો કરવો પડે નહિ. ત્રણેય ઝોનલ રેલવે રેલ ઓવર બ્રિજ અને રેલ અન્ડર બ્રિજના નિર્માણ માટે અને સ્ટેશનો પર મુસાફરોની સુવિધા વધારવા માટે 837 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર સુધીમાં તમામ સંબંધિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમરનાથ શ્રાઈન બોર્ડએ યાત્રાળુઓ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુકિંગ શરૂ કર્યું
Next articleકાળઝાળ ગરમી અને ભારે પવનને કારણે ઉત્તરાખંડના જંગલોમા આગ લાગી હતી