Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ફેબ્રુઆરી, 2024ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ફેબ્રુઆરી, 2024ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

49
0

(G.N.S) dt. 18

લખનઉ,

સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી શ્રી કલ્કિ ધામ મંદિરના મોડલનું પણ અનાવરણ કરશે અને આ પ્રસંગે સભાને સંબોધશે. શ્રી કલ્કિ ધામનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી ફેબ્રુઆરી 2023 માં યોજાયેલી UP ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 (UPGIS 2023) દરમિયાન પ્રાપ્ત થયેલા રોકાણ દરખાસ્તો માટેના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રૂ. 10 લાખ કરોડથી વધુની કિંમતના ઉત્તર પ્રદેશમાં 14000 પ્રોજેક્ટ લોન્ચ કરશે. પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઈટી અને આઈટીઈએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ, એજ્યુકેશન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે. આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ, ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ 5000 સહભાગીઓ હાજરી આપશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવતર પહેલ – પોલીસનું શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ માટે ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-૨૦૨૪’ નું આયોજન
Next articleજૈન દ્રષ્ટા આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજને સમાધિ પ્રાપ્ત થતાં પ્રધાનમંત્રીએ ઊંડો શોક વ્યક્ત કર્યો