Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રી મોદી 28 મેએ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી મોદી 28 મેએ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

55
0

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી 28 મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલય પ્રમાણે સ્પીકર ઓમ બિરલાએ ગુરૂવાર (18 મે) એ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને તેમને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે. નિવેદન પ્રમાણે, નવી સંસદ ભગનનું કામ પૂરુ થઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદી એવા સમયે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે, જ્યારે તેમના કાર્યકાળના 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. હકીકતમાં નવી સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટનો એક ભાગ છે, જે રાષ્ટ્રનું પાવરહાઉસ છે.

રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટરના રસ્તાનું નવીનીકરણ, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ, વડા પ્રધાનની નવી ઓફિસ અને નિવાસસ્થાન અને નવા ઉપરાષ્ટ્રપતિનું એન્ક્લેવ પણ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો એક ભાગ છે.

નવી સંસદમાં શું-શું હશે?.. તે જાણો.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનની આધારશિલા રાખી હતી, જેમાં આધુનિક સુવિધાઓ હશે. સંસદની આ નવી ઇમારતનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ કરી રહી છે. આ ઈમારતમાં એક ભવ્ય સંવિધાન હોલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, લાઈબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઈનિંગ એરિયા અને ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે પૂરતી પાર્કિંગ જગ્યા હશે.

પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા ગયા વર્ષે નવેમ્બર હતી. સંસદના વર્તમાન ભવનમાં લોકસભામાં 550 જ્યારે રાજ્યસભામાં 250 માનનીય સભ્યોને બેસવાની વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા સંસદના નવનિર્મિત ભવનમાં લોકસભામાં 888 જ્યારે રાજ્યસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભામાં થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસત્યપાલસિંહ બધેલ સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપાયું
Next articleકોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત