Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

30
0

(જી.એન.એસ) તા. 7

નવી દિલ્હી,

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં થયેલા સુધારા પર પણ ખુશી વ્યક્ત કરી છે.

ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સતત સુધારા વિશે ક્યૂએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ લિમિટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નુન્ઝિયો ક્વાક્વેરેલીના સવાલનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“છેલ્લા દાયકામાં, અમે શિક્ષણ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પ્રતિબિંબિત થાય છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થાઓની તેમની સખત મહેનત અને સમર્પણ માટે અભિનંદન. આ ટર્મમાં, અમે સંશોધન અને નવીનતાને વેગ આપવા માટે હજી વધુ કામ કરવા માંગીએ છીએ.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપશ્ચિમી હથિયારોનો કન્સાઈનમેન્ટ મળ્યા બાદ યુક્રેને ફરી એકવાર રશિયા સામે યુદ્ધમાં જોરદાર વાપસી કરી
Next article8 બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના ગાંધીનગર જિલ્લા પોલીસવડાએ આદેશ આપ્યા