Home દેશ - NATIONAL પ્રધાનમંત્રી મોદીએ વિવાદિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર શું કહ્યું તે જાણો..

પ્રધાનમંત્રી મોદીએ વિવાદિત ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર શું કહ્યું તે જાણો..

93
0

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસની રાજનીતિ મામલે પીએમ મોદીએ ચાબખા લગાવ્યા છે. આજે ​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ​બેલ્લારીમાં ભાજપની જાહેરસભાને સંબોધી હતી, જેમાં તેમણે બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાના મુદ્દે ફરી એકવાર કોંગ્રેસને ઘેરી હતી. પીએમ મોદીએ કહ્યું નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ નકલી નેરેટિવ તૈયાર કરે છે અને ચૂંટણી જીતવા માટે સર્વે પણ છાપે છે. તેઓ રાજ્યના મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તુષ્ટિકરણ માટે જ છે, તેમાં પ્રતિબંધનો પણ ઉલ્લેખ કરાયો છે. કર્ણાટકની જનતા તેમની તુષ્ટિકરણની રાજનીતિ જોઈ રહી છે. હું બજરંગ બલીનુ આહ્વાન કરી રહ્યો હોવાનું કોંગ્રેસના લોકોને પસંદ નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, દર વખતે કોંગ્રેસ પોતાની મની પાવર અને ઇકોસિસ્ટમનો ફાયદો ઉઠાવીને ચૂંટણી દરમિયાન ખોટા આખ્યાનો બનાવે છે. પરંતુ કર્ણાટકમાં ભાજપને મળેલા જંગી સમર્થને હવે કોંગ્રેસને પૂર્ણ રીતે હતાશ કરી દીધી છે. ભાજપનો ઢંઢેરો તેમની માટે વચન પત્ર છે, સંકલ્પ પત્ર છે, જેમાં કર્ણાટકને દેશનું નંબર-1 રાજ્ય બનાવવાનો રોડ મેપ છે. બીજી બાજુ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ઘણા બધા ખોટા વાયદાઓ કરાયા છે. કર્ણાટકને દેશનું નંબર-1 રાજ્ય બનાવવા માટે કાયદો અને વ્યવસ્થા સૌથી મહત્વની જરૂરિયાત છે. કર્ણાટક માટે આતંકવાદથી મુક્ત રહેવું પણ ખૂબ જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ હંમેશા આતંકવાદ સામે કઠોર રહી છે. પરંતુ, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ત્યારે કોંગ્રેસના પેટમાં દુ:ખાવો ઉપડે છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ફિલ્મ આતંકવાદી ષડયંત્ર પર આધારિત છે. આ ફિલ્મ આતંકવાદનું કદરૂપું તથ્ય દર્શાવે છે. જ્યારે કોંગ્રેસ આતંકવાદ પર બનેલી ફિલ્મનો વિરોધ કરે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે ઉભી રહે છે.પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વોટ બેંક માટે આતંકવાદનો બચાવ કરવાનું શરૂ કર્યું છે. વોટ બેંકના ડરથી કોંગ્રેસ આજે આતંકવાદ સામે એક શબ્દ પણ બોલવાની હિંમત નથી કરી શકતી. વોટબેંકની આ રાજનીતિને કારણે કોંગ્રેસે આતંકવાદનુ પાલન પોષણ કર્યું છે અને તેમને આશરો આપ્યો છે. કોંગ્રેસ આવા આતંકવાદી વલણ ધરાવતા લોકો સાથે પાછલા બારણે રાજકીય સોદાબાજી પણ કરી રહી છે.પીએમ મોદીએ કહ્યું કે, તેમને બોમ્બ, બંદૂક અને પિસ્તોલના અવાજો તો સંભળાય છે પરંતુ, સમાજ માટે જોખમી આતંકવાદી ષડયંત્રનો અવાજ નથી આવતો. કોર્ટે પણ આ પ્રકારના આતંક અંગે ચિંતા વ્યક્ત કરી છે. આવા આતંકવાદી ષડયંત્ર પર આધારિત ફિલ્મ ‘કેરલા સ્ટોરી’ ની હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. મહેનતુ, બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી લોકોની ભૂમિ કેરળમાં આતંકવાદી ષડયંત્રોને કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે આ ફિલ્મના માધ્યમથી ખબર પડે છે. આ સાથે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, તેમના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતે કહ્યું હતું કે જો તેમની સરકાર દિલ્હીથી 100 પૈસા મોકલે તો માત્ર 15 પૈસા ગરીબો સુધી પહોંચે છે. આ રીતે, તેમણે પોતે કોંગ્રેસ 85% કમિશનવાળી પાર્ટી હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું, ‘યેદિયુરપ્પા જી અને બોમ્માઈ જીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારને માત્ર સાડા ત્રણ વર્ષ સેવા કરવાનો મોકો મળ્યો હતો. જ્યારે અહીં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમણે કર્ણાટકના વિકાસને બદલે ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ; સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ઈન્ટરનેટ સેવા કરી બંધ
Next articleનિફ્ટી ફયુચર ૧૮૧૮૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!