(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ઉત્પાદનમાં 2023-24માં નોંધાયેલ ભારતની અત્યાર સુધીની સર્વાધિક વૃદ્ધિની પ્રશંસા કરી છે, જે વધીને રૂ. 1,26,887 કરોડ થઈ ગઈ છે, જે ગત નાણાકીય વર્ષના ઉત્પાદન મૂલ્યની સરખામણીમાં 16.8% વધુ છે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા X પર લખવામાં આવેલી એક પોસ્ટ શેર કરતા લખ્યું:
“ઘણો જ પ્રોત્સાહક વિકાસ. આ સિદ્ધિમાં યોગદાન આપનાર તમામ લોકોને અભિનંદન. આપણે આપણી ક્ષમતાઓને વધુ વધારવા અને ભારતને એક અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરવા માટે એક સહાયક વાતાવરણને પોષવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ આપણા સુરક્ષા તંત્રને મજબૂત કરશે અને આપણને આત્મનિર્ભર બનાવશે!”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.