Home દેશ - NATIONAL પ્રધાનમંત્રીનો આતંકવાદ પર પ્રહાર, કહ્યું “જડમૂળથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અટકીશું...

પ્રધાનમંત્રીનો આતંકવાદ પર પ્રહાર, કહ્યું “જડમૂળથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અટકીશું નહીં”

49
0

આતંકવાદ પર લગામ કસવા માટે ‘નો મની ફોર ટેરર’ સંમેલનમાં પીએમ મોદીએ શુક્રવારે કહ્યું કે આતંકનો એક હુમલો બધા પર હુમલો છે. જ્યાં સુધી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ન ફેંકીએ ત્યાં સુધી અમે અટકીશું નહીં. આતંકવાદ એવો વિષય છે જે માનવતા પર અસર કરે છે…તે અર્થવ્યવસ્થા પર અસર કરે છે. પીએમ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કેટલાક દેશ એવા પણ છે જે આતંકવાદને આર્થિક મદદ કરતા રહે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આ કોન્ફરન્સ ભારતમાં જ થઈ રહી છે તે મહત્વનું છે.

વિશ્વ પહેલા ભારતે આતંકવાદની અસર ઝેલી, ભારતે દ્રઢતાથી આતંકવાદનો મુકાબલો કર્યો. તેમણે કહ્યું કે ટેરર ફાઈનાન્સિંગના મૂળ પર હુમલો કરવો જોઈએ. આતંકને લઈને અલગ અલગ ધારણા છે. આતંકવાદને એક જ ચશ્માથી જોવો જોઈએ અને દરેક આતંકી હુમલાનો તે જ દ્રઢતાથી મુકાબલો કરવો જોઈએ. સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકની કોઈ સરહદ હોતી નથી. ફક્ત ઝીરો ટોલરન્સ અપ્રોચ તેનો મુકાબલો કરી શકે છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આતંકવાદને તે જ સમયે ખતમ કરી શકાય છે પરંતુ ચોક્કસ રણનીતિ આતંકવાદના મૂળ સમાપ્ત કરે છે. તેના માટે એક્ટિવ રિસ્પોન્સની જરૂર છે. આપણે તેમનું ફંડિંગ રોકીને આતંકીઓની સપોર્ટ સિસ્ટમ ખતમ કરવી પડશે. કેટલાક દેશો નાણાકીય અને વૈચારિક મદદ કરી આતંકને સપોર્ટ કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તેને ગંભીરતાથી લેવું જોઈએ. પ્રોક્સી વોર પ્રત્યે કડક વલણ અપનાવવું જોઈએ અને વિશ્વએ આવા વલણ પ્રત્યે અલર્ટ થવું જોઈએ.

પીએમએ કહ્યું કે આતંકવાદને ખતમ કરવા માટે એક વ્યાપક, સક્રિય, વ્યવસ્થિત પ્રતિક્રિયાની જરૂર છે. જો આપણે ઈચ્છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે તો આપણે જ્યાં સુધી આતંકીઓ આપણા ઘરોમાં ન ઘૂસી જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ નહીં. આપણે આતંકીઓનો પીછો કરવો જોઈએ, તેના સમર્થન નેટવર્કને તોડવું જોઈએ અને તેમના ફાઈનાન્સની કમર તોડવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે, સંગઠિત અપરાધ, ગેંગ જે સક્રિય છે તેનું વિદેશી કનેક્શન છે. તેમને મદદ આપવા પર લગામ કરવી જોઈએ. આ સાથે જ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ વિરુદ્ધ એક્શન થવું જોઈએ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકી હાઉસમાં ટ્રમ્પની પાર્ટીને બહુમત
Next articleઆખરે આ Narco Test છે શું કે અપરાધીઓ સત્ય બોલવા લાગે છે? કેવી રીતે પૂછાય છે સવાલો..