Home દેશ - NATIONAL પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવે 2000ની નોટ અંગે કર્યો ખુલાસો

પ્રધાનમંત્રીના પૂર્વ મુખ્ય સચિવે 2000ની નોટ અંગે કર્યો ખુલાસો

56
0

(GNS),21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2000 રૂપિયાની નોટ લાવવાના પક્ષમાં નહોતા. પણ તે પોતાની ટીમની સલાહ સાથે ગયા. આવું કહેવું છે કે પીએમ મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રનું. તેમણે વર્ષ 2016માં નોટબંધીની દેખરેખ કરી હતી. 2000 રૂપિયાની આ નોટને પાછી ખેંચવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નોટિફિકેશનના એક દિવસ બાદ તેમણે સમાચાર એજન્સી સાથે વાતચીતમાં આ સ્પષ્ટ કર્યું છે કે, આ નોટને પાછી લેવાનો નિર્ણય નોટબંધી તરીકે જોવો જોઈએ નહીં. નૃપેન્દ્ર મિશ્રએ સમાચાર એજન્સીને કહ્યું કે, આ નોટબંધી નથી, આ 2000 રૂપિયાની નોટને પાછી ખેંચવાની છે. નોટબંધીની સમયે સલાહ આપવામાં આવી હતી કે, 2000 રૂપિયાની નોટ ચલણમાં લાવવામાં આવે, જે પ્રધાનમંત્રીને ગમ્યું નહોતું. જો કે, એક કપ્તાનના નાતે પોતાની ટીમની સલાહ પર તેમણે આ નોટને પરવાનગી આપી દીધી. જો કે, ત્યારે તે એકદમ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ એક અલ્પકાલિન વ્યવ્સથા હશે. તેની સાથે જ તેમણે કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો 2000 રૂપિયાની નોટનો ઉપયોગ નથી કરતા, તેઓ 500 અને 100 રૂપિયાની નાની નોટનો ઉપયોગ કરે છે અને પ્રધાનમંત્રી સ્પષ્ટ હતા કે, તેઓ નથી ઈચ્છતા કે, તેનાથી ગરીબ પ્રભાવિત થાય. શુક્રવાર મોડી સાંજે થયેલી ઘોષણામાં આરબીઆઈએ આ નોટોને પાછી ખેંચવાની ઘોષણા કરી. આરબીઆઈએ તેને ક્લીન નોટ નીતિનો એક ભાગ ગણાવ્યો, જેનો અર્થ થાય છેકે, ઉચ્ચ કિંમતવાળી નોટની શેલ્ફ લાઈફ ચાર પાંચ વર્ષ સુધી ઓછી થઈ જાય છે. એટલા માટે આ નોટોને તબક્કાવાર રીતે સમાપ્ત કરી દેવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ : રાહુલ ગાંધી
Next articleદેશમાં 500 રૂપિયાથી મોટી નોટની કોઈ જરુર નથી : RBIના પૂર્વ ગવર્નરRBIના પૂર્વ ગવર્નરે