Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પીકે મિશ્રાએ સંબલપુર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી...

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પીકે મિશ્રાએ સંબલપુર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (SUIIT)ના 14મા સ્થાપના દિને સંબોધન કર્યું

24
0

“પ્રધાનમંત્રી પૂર્વીય ભારતને રાષ્ટ્રના વિકાસ માટે એક શક્તિશાળી પ્રેરક બનાવવાની દૂરંદેશી વ્યક્ત કરી રહ્યા છે”

“સંશોધન અને વિકાસને પ્રાધાન્ય આપો, ઉદ્યોગજગતના અગ્રણીઓ સાથે ભાગીદારી કરો અને વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ તેમજ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સ દ્વારા હાથવગો અનુભવ પૂરો પાડો”

“50,000 કરોડ રૂપિયાના બજેટ સાથે અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (ANRF) સંશોધન અને વિકાસ (R&D)નું બીજ રોપશે, તેની વૃદ્ધિ કરશે અને પ્રોત્સાહન આપશે તેમજ સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓમાં સંશોધન અને આવિષ્કારની સંસ્કૃતિને આગળ ધપાવશે”

“પીએચડીની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વેશ્વરાય પીએચડી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે”

“આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કૌશલ્યમાં પગપેસારો કરવામાં તેમજ AI પ્રતિભાની સઘનતાના સંદર્ભમાં ભારત ઉચ્ચ ક્રમે આવે છે”

“આપણે એવા માહોલનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે જે આવકારદાયક તેમજ સમાવેશી હોય, જ્યાં તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ પોતાના સપનાં અને આકાંક્ષાઓને આગળ વધારવા માટે પોતે સશક્ત હોવાનું અનુભવ”

(જી.એન.એસ),તા.10

નવીદિલ્હી,

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ આજે સંબલપુર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (SUIIT)ના 14મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.

ડૉ. મિશ્રાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી એવું માને છે કે, આપણે જે વિકાસ હાંસલ કરવાની ઈચ્છા રાખીએ છીએ તેને પ્રોત્સાહન આપવા માટે સામાન્ય સંદર્ભમાં આવતી ટેક્નોલોજી, અને ખાસ કરીને અદ્યતન અને ઉભરતી ટેક્નોલોજીનો આપણે ઉપયોગ કરવો પડશે.”

આ ક્ષેત્રમાં સંબલપુર યુનિવર્સિટી લાંબા સમયથી જ્ઞાન અને શિક્ષણના દીવાદાંડી તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે તે બાબત પર પ્રકાશ પાડતા, ડૉ. પી કે મિશ્રાએ SUIITની સ્થાપનાની પ્રશંસા કરી હતી, જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. તેમણે કહ્યું હતું કે, ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ સંસ્થા માત્ર યુવાનોને આવશ્યક ડિજિટલ-યુગ કૌશલ્યોથી સજ્જ કરે છે એવું નથી પરંતુ રાષ્ટ્રીય પ્રગતિ માટે જરૂરી જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાનો પાયો પણ નાંખે છે.

આ ઉપરાંત, અગ્ર સચિવે શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગજગત વચ્ચેના અંતરાયને દૂર કરતા, ભારપૂર્વક જણાવ્યું હતું કે, એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે સ્નાતકો માત્ર થિયરીમાં જ સારી રીતે વાકેફ ન હોય પરંતુ બજારમાં જેની માંગ છે તેવા વ્યવહારિક કૌશલ્યો પણ તેઓ ધરાવતા હોવા જોઈએ.

વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB), ભારતીય તબીબી સંશોધન પરિષદ, ટાટા પાવર અને હિંદાલ્કો જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ ઉદ્યોગો સાથે SUIIT દ્વારા હાલમાં સ્થાપિત કરવામાં આવેલા સહયોગને સ્વીકારતા, શ્રી પી કે મિશ્રાએ આ સંસ્થા દ્વારા ભવિષ્યમાં સંબલપુર સ્થિત IIM સાથે સહયોગ સ્થાપવાની તેમની યોજનાની પ્રશંસા કરી હતી. યુનિવર્સિટી દ્વારા બિગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લૉકચેન સહિત અન્ય વિષયોમાં વિશેષ અભ્યાસક્રમો પૂરા પાડવાની યોજના ચાલી રહી છે તેમાં પણ તેમણે રસ દાખવ્યો હતો.

ડૉ. પી કે મિશ્રાએ અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (ANRF) સહિત ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો શેર કરી હતી, SUIITને સહયોગની શક્યતાઓ શોધવા વિનંતી કરી હતી. 50,000 કરોડ રૂપિયાના બજેટ સાથે અને સંશોધન અને આવિષ્કારને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ANRF શૈક્ષણિક, ઉદ્યોગ અને સંશોધન સંસ્થાઓ વચ્ચે સહયોગ માટે એક આકર્ષક માર્ગ રજૂ કરે છે.

ડૉ. પી કે મિશ્રાએ સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓમાં તકનીકોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીમાં સંશોધન અને વિકાસ (R&D) પ્રોજેક્ટ્સ માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા આપવામાં આવતા સમર્થન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે SUIIT ખાતે ફેકલ્ટી અને સંશોધકોને તેમની R&D પહેલ માટે મંત્રાલય પાસેથી સમર્થન મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય IIT અને IIS જેવી મોખરાની સંસ્થાઓથી આગળ સંશોધનનો વ્યાપ વિસ્તૃત કરવાનો છે.

ડૉ. પી કે મિશ્રાએ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને વિનિર્માણ (ESDM) અને IT/IT સક્ષમ સેવાઓમાં પીએચડીની સંખ્યામાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવેલી વિશ્વેશ્વરાય પીએચડી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ તકનું અન્વેષણ કરવા માટે SUIITને વિનંતી કરી હતી. આ ઉપરાંત, તેમણે પરમ શક્તિ અને પરમ કામરૂપા જેવા કોમ્પ્યુટેશનલ સંસાધનોને સુલભ કરવા માટે રાષ્ટ્રીય સુપરકોમ્પ્યૂટિંગ મિશન સાથે જોડાણનું અન્વેષણ કરવાનું સૂચન કર્યું હતું.

ડૉ. મિશ્રાએ ભવિષ્યના કૌશલ્યને લગતી પ્રાઇમ (PRIME) પહેલ પર પ્રકાશ પાડ્યો હતો, જે ઉભરતી તકનીકો પર ડિજિટલ કૌશલ્ય તાલીમ આપવા માટે સરકાર અને નાસ્કોમ વચ્ચેના સહયોગી પ્રયાસ છે. તેમણે આ પહેલ સાથે ઓડિશા રાજ્ય સરકારના સહયોગ સાથે સંરેખણમાં વિદ્યાર્થીઓને આ ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ડૉ. પી કે મિશ્રાએ એપ્લિકેશન્સ, તકનીક, એન્જિનિયરિંગ અને ગણિતમાં વિદ્યાર્થીઓ દ્વારા આવિષ્કાર કરવાની બાબતને પ્રોત્સાહન આપવા માટે AICTE સાથે મળીને IDEA લેબ્સની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે IT સંબંધિત અભ્યાસક્રમના અભ્યાસક્રમને વધારવા માટે સંબલપુર યુનિવર્સિટી અને IIT મદ્રાસ વચ્ચે આગામી સમજૂતી કરારના મુદ્દાને પણ સ્પર્શ કર્યો હતો

ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના વિકસી રહેલા પરિદૃશ્યને રેખાંકિત કરતાં, ડૉ. મિશ્રાએ સંશોધન આધારિત ઉકેલોની વધી રહેલી માંગ પર ભાર મૂક્યો હતો, જેને ભંડોળમાં વૃદ્ધિ, ઉભરતી તકનીકો અને સ્ટાર્ટઅપ્સ માટેની તકોના કારણે બળ મળે છે. તેમણે જ્યાં તમામ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ તેમની આકાંક્ષાઓને આગળ વધારવા માટે પોતે સશક્ત હોવાનું અનુભવે માહોલને પ્રોત્સાહન આપીને ઉચ્ચ શિક્ષણમાં સર્વસમાવેશીતા અને વિવિધતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગિફ્ટસિટીમાં પર્સ ચોરી અને ATM ચોરીને અંજામ આપતા બે રીઢા ચોરને LCBએ ઝડપી પાડ્યા
Next articleપ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું