Home ગુજરાત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર આશરે...

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર આશરે 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું

38
0

(જી.એન.એસ) તા. 8

દ્વારકા,

ફરી એક વાર દ્વારકાના વડવારા ગામ નજીક ના દરિયા કિનારા પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો 30 પેકેટ આશરે 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ ઝડપાયું છે. આમ બે મહિનાની અંદર આ બીજી વખત બિનવારસી ડ્રગ્સ આજ વરવાળા ગામેથી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ દ્વારા આ બાબતે દરિયા કિનારા પર સઘન તપાસ વગેરે એજન્સી ને સાથે રાખી હાથ ધરવામાં આવી છે. આમ દ્વારકા જિલ્લા એસઓજીને નશાનો ગેરકાયદેસર કૃત્ય અટકાવવામાં મોટી સફળતા મળી છે. આમ ગુજરાત જાણે ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન હબ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનો દરિયાકાંઠો, ગુજરાતનું રણ, ગુજરાતના મેટ્રો શહેરો, ગુજરાતના નાના શહેરો અને ગામોમાંથી પણ ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. આ બતાવે છે કે દેશમાં ડ્રગ્સની ખપત કેટલી વધી રહી છે અને નશાખોરીનો વ્યાપ કેટલો વધ્યો છે, તેની સાથેજ પોલીસ વિભાગ પણ ફૂલ એક્શનમાં તેને ડામવા માટે કામ કરી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગર પોલીસ વિભાગ ખાણમાફિયાઓ સામે એક્શનમાં; અચારડા પાસે ખનીજ ચોરીનો 37 લાખનો મુદ્દામાલ જપ્ત
Next articleનેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડીજી સુબોધ કુમાર સિંહની નીટ યુજી 2024ના પરિણામઓ મુદ્દે સ્પષ્ટતા કરી