Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પોલીસે જણાવ્યું શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ Google પર શું સર્ચ કરી રહ્યો...

પોલીસે જણાવ્યું શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ Google પર શું સર્ચ કરી રહ્યો હતો

72
0

દિલ્હીને હચમચાવી દેનાર શ્રદ્ધા હત્યાકાંડ બાદ હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ક્રૂરતા અને તેની નિર્દયતાએ બધાને હચમચાવી દીધા છે. હવે આ મામલામાં નવો ખુલાસો થયો છે કે પોતાની પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ ગૂગલ પર શું સર્ચ કરી રહ્યો હતો. આફતાબે ગૂગલ પર શું સર્ચ કર્યું તેને લઈને દિલ્હી પોલીસે મોટો દાવો કર્યો છે. દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબે ગૂગલ પર લોહી સાફ કરવાની રીત વિશે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ તેણે ગૂગલ પર માનવ શરીરની રચનાને લઈને પણ સર્ચ કર્યું હતું.

દિલ્હી પોલીસની પૂછપરછમાં સ્પષ્ટ થયું કે 18 મેએ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને ઠેકાણે લગાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તેણે ગૂગલ પર માનવ શરીરની રચના વિશે વાંચ્યું જેથી તેને શ્રદ્ધાના શરીરના ટૂકડા કરવામાં મદદ મળી શકે. પોલીસે કહ્યું કે, તેણે આફતાબના ઇલેક્ટ્રોનિક ગેઝેટને જપ્ત કર્યાં છે અને તેની તપાસ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રોનિક સામાનોની તપાસ બાદ પોલીસ આફતાબની કબૂલાતને સત્ય માનશે.

પોલીસે કહ્યું- ગૂગલ પર સર્ચ કર્યા બાદ તેણે શ્રદ્ધાના લોહીના ડાઘાને જમીન પરથી સાફ કર્યા હતા. તે માટે તેણે કેમિકલનો ઉપયોગ કર્યો અને ખરાબ કપડાને ફેંકી દીધા. ત્યારબાદ તેણે ડેડ બોડીને બાથરૂમમાં રાખી અને નજીકની દુકાનેથી ફ્રીઝ ખરીદી લાવ્યો હતો. બાદમાં ડેડબોડીના ટુકડા કર્યાં અને ફ્રીઝમાં રાખી દીધા હતા. દિલ્હી પોલીસને શ્રદ્ધાના પિતાની ફરિયાદ મળ્યા બાદ 10 નવેમ્બરે એફઆઈઆર દાખલ થઈ હતી. ત્યારબાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી.

પોલીસે જણાવ્યું કે આફતાબ તે રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. ફ્રીઝ ખોલીને તે હંમેશા શ્રદ્ધાના ચહેરાને જોતો હતો. ત્યારબાદ બધા અંગોને ફેંક્યા બાદ તેણે ફ્રીઝ સાફ કર્યું હતું. સૂત્રોના હવાલાથી તે પણ જાણવા મળ્યું છે કે શ્રદ્ધા પહેલા આફતાબના અન્ય યુવતીઓ સાથે સંબંધ હતા. આ ગુનો કરતા પહેલા તેણે ઘણી ક્રાઇમ ફિલ્મ અને વેબ સિરીઝ જોઈ હતી. તેમાં અમેરિકન ક્રાઇમ ડ્રામા સીરિઝ Dexter પણ સામેલ છે. આફતાબે સ્વીકાર્યું કે લગ્નની વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો હતો.

આ મામલામાં આફતાબ પર આઈપીસીની કલમ 302 અને 201 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને પાંચ દિવસની રિમાન્ડ પર મોકલી આપ્યો છે. લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી 35 ટુકડા કરનાર આફતાબ આમીન પૂનાવાલાએ આ કાંડ માટે સંપૂર્ણ તૈયારી કરી હતી. તે જે શ્રદ્ધાને પ્રેમનું નાટક કરતો હતો, તેણે આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યો કે જેની કહાની સાંભળીને તમે હચમચી જશો.

મુંબઈથી છતરપુર આવી રહેતા આફતાબે લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાની લગ્ન કરવાની માંગ પર આ ષડયંત્ર રચ્યું હતું. એટલું જ નહીં શ્રદ્ધાના મૃતદેહને છુપાવવા માટે એક 300 લીટરનું ફ્રીઝ પણ ખરીદ્યું હતું. મૃતદેહના ટુકડા કરી તેણે ફ્રીઝમાં મુકી દીધા હતા. તેણે આ જધન્ય કાંડની શીખ અમેરિકી ક્રાઇમ શો ‘Dexter’ માંથી લીધી હતી. દિલ્હી પોલીસના એડિશનલ ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું કે શ્રદ્ધા મદાન પોતાના પરિવારની સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી અને મુંબઈના મલાડમાં એક મલ્ટીનેશન કંપનીના કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. આ દરમિયાન ડેટિંગ એપ દ્વારા શ્રદ્ધાની વાતચીત આફતાબ પૂનાવાલા સાથે થઈ. પરિવારજનોના વિરોધ બાદ તે આફતાબ સાથે દિલ્હી આવી ગઈ હતી. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો પોલીસ આગળની તપાસ કરી રહી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રદ્ધાના મિત્રએ આફતાબ વિશે કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો
Next articleકોંગ્રેસના ઉમેદવારો લેમ્બોર્ગી, ઊંટગાડીમાં ફોર્મ ભરવા પહોંચ્યા,ભાજપે કર્યો કેસરિયો માહોલ