Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પેપર લીક વિરુદ્ધમાં બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ...

પેપર લીક વિરુદ્ધમાં બિલ લોકસભામાંથી પાસ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડની જોગવાઈ

36
0

(જી.એન.એસ),તા.૦૭

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે.

પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જો કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે. આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને જો દોષિત ઠરશે તો 1 કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે. ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિમાચલમાં ભારે હિમવર્ષાને કારણે 470 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
Next articleદૈનિક રાશિફળ (તા.૦૮-૦૨-૨૦૨૪)