Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ પેપરલીક મામલે યોગી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની...

પેપરલીક મામલે યોગી સરકાર એક્શનમાં, ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી

25
0

(જી.એન.એસ) તા. 25

લખનૌ,

પરીક્ષાના પેપર લીક કરનારાઓ સામે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની આગેવાની વાળી યુપી સરકાર એક્શનમાં આવી છે, આ અઠવાડીએ મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી દીધી છે. આ બાબતે મળતી માહિતી મુજબ, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થશે તો 2 વર્ષની આજીવન કેદ સુધીની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

યોગી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનું નામ ઉત્તર પ્રદેશ (UP) પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 રાખવામાં આવ્યું છે. આ વટહુકમ જાહેર પરીક્ષાઓમાં ગેરવાજબી માધ્યમોને રોકવા, પેપર લીક થવા, સોલ્વર ગેંગ પર પ્રતિબંધ મૂકવા અને તેની સાથે જોડાયેલી અને આકસ્મિક બાબતોની જોગવાઈના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહ્યો છે. આ વટહુકમ નિયમો જાહેર સેવા ભરતી પરીક્ષાઓ, નિયમિતીકરણ અથવા પ્રમોશન પરીક્ષાઓ, ડિગ્રી ડિપ્લોમા માટેની પ્રવેશ પરીક્ષાઓ, પ્રમાણપત્રો અથવા શૈક્ષણિક પ્રમાણપત્રો પર પણ લાગુ થશે. બનાવટી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબ્સાઈટ બનાવવી વગેરેને પણ વટહુકમમાં સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યા છે. જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષની સજાથી લઈને આજીવન કેદ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષાને અસર થાય છે તો સોલ્વર ગેંગ પાસેથી નાણાકીય બોજ વસૂલ કરવાની અને પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કંપની અને સર્વિસ પ્રોવાઇડર્સને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. ગુનાના કિસ્સામાં મિલકત જપ્ત કરવાની જોગવાઈ પર કરવામાં આવી છે. જામીન અંગે પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોજીંદી જીવનશૈલીમાંથી બ્રેક લેવો હોય તો દુનિયાની ૪ શાંત જગ્યાઓની મુલાકાત લેવાય
Next articleગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળ અને ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મોતિવરસે સાતમી વખત શપથ લીધા