Home દેશ - NATIONAL પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ

65
0

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહને હાલમાં જ આર્થિક અને રાજકીય જીવનમાં તેમના યોગદાન માટે લંડનમાં ઈન્ડિયા-યૂકે એચીવર્સ ઓનર્સ દ્વારા લાઈફટાઈમ એચીવમેન્ટ સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગયા અઠવાડિયે લંડનમાં એક કાર્યક્રમમાં આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ એવોર્ડને લેવા માટે પૂર્વ પ્રધાનમંત્રી બ્રિટન પહોંચ્યા ન હતા. પરંતુ આ એવોર્ડ રાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થી અને પૂર્વ છાત્ર સંઘ યૂકે દ્વારા દિલ્લીમાં ડૉ.મનમોહન સિંહને આપવામાં આવશે. NISAU-યૂકે દ્વારા ઈન્ડિયા-યૂકે એચીવર્સ ઓનર્સ બ્રિટનના આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગ અને બ્રિટીશ કાઉન્સિલ ઈન ઈન્ડિયાના સહયોગથી બ્રિટનના વિશ્વ વિદ્યાલયમાં શિક્ષા હાંસલ કરીને જીવનમાં હાંસલ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. લાઈફ ટાઈમ એચીવમેન્ટ ઓનર ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલયમાં ડૉ.મનમોહન સિંહના યોગદાનને રેખાંકિત કરે છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહનો સંદેશ સામે આવ્યો. ડૉ.મનમોહન સિંહે પોતાના સંદેશમાં કહ્યું કે હું તેના માટે બહુ આભારી છું. કેમ કે આ યુવાઓ દ્વારા આપવામાં આવ્યું છે. આ સન્માન આપણા દેશ અને બંને દેશોની વચ્ચેના સંબંધોનું ભવિષ્ય છે. વર્ષ 2004થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહેલા 90 વર્ષીય મનમોહન સિંહે કહ્યું કે ભારત અને બ્રિટનના સંબંધોને આપણી શૈક્ષણિક ભાગીદારીએ હકીકતમાં પરિભાષિત કરી છે. બ્રિટનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળી. જેમાં આપણા દેશના સંસ્થાપક મહાત્મા ગાંધી, ડૉ. ભીમરાવ આંબેડકર, સરદાર પટેલ અને અનેક અન્ય લોકોએ બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. અને મહાન નેતા બન્યા. આ લોકો એવો વારસો છોડીને ગયા છે જે ભારત અને દુનિયાને સતત પ્રેરિત કરે છે. વીતેલા વર્ષોમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટનમાં અભ્યાસ કરવાની તક મળી છે. આ 75 લોકો ઈન્ડિયા-યૂકે એચીવર્સ ઓનર્સથી સન્માનિત થયા. જેમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં પહેલીવાર વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનારા 75 લોકોને ઈન્ડિયા-યૂકે એચીવર્સ ઓનર્સથી સન્માનિત કરાયા. જ્યારે અન્ય લોકોને આઉટસ્ટેન્ડિંગ એચીવર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના બ્રિટીશ નાગરિક લોર્ડ કરણ બિલિમોરિયાને 25 જાન્યુઆરીએ આયોજિત સમારોહમાં લિવિંગ લેજન્ડ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડમાં આ લોકોને સન્માનિત કરાયા. આઉટ સ્ટેન્ડિંગ એચીવર્સથી નવાજવામાં આવેલા લોકોમાં બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા, આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલા અને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના ગોલકીપર અદિતી ચૌહાણનો સમાવેશ થાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબજેટ ૨૦૨૩માં ઈન્કમ ટેક્સ પર મોટી જાહેરાત, ટેક્સમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી
Next articleઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, 14 લોકોના મોત, 18 લોકો ઈજાગ્રસ્ત