Home ગુજરાત પુત્રીના મોહમાં જવાહર ચાવડાએ કર્યું મંત્રીની ખુરશીનું ઔચિત્ય ભંગ…!!

પુત્રીના મોહમાં જવાહર ચાવડાએ કર્યું મંત્રીની ખુરશીનું ઔચિત્ય ભંગ…!!

408
0
SHARE

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.29
ભાજપને હોટેલ અને નવી હોટેલમાં જેમની સમક્ષ ભાજપે મંત્રીપદનું ગરમાગરમ ભાણું પિરસ્યું એવા મૂળ કોંગ્રેસી જવાહર ચાવડા પેટા ચૂંટણીમાં જીતીને મંત્રી પદે ટકી ગયા ત્યારે મૂળ કોંગ્રેસી લોહી અને તેમાં વળી વંશવાદ તો હોય જ એ સિસસિલાને જાણે ભાજપમાં પણ આગળ વધારવા માંગતા હોય તેમ આજે પોતાની ચેમ્બરમાં પોતાની દિકરીને મંત્રીની ખૂરશીમાં બેસાડીને સીએમ રૂપાણીને અને વાઘાણીને જાણે સંદેશો આપ્યો હોય કે મારા પછી મારી દિકરી જ મંત્રીપદે બેસશે…!
પત્રકારોના બાપ થવા નિકળેલા મંત્રી જવાહર ચાવડાએ બાંટવાના પેલા પાગલ નંદા સાથે નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી એ ભાજપના નેતાઓને યાદ હશે જ. આજે તેમણે મંત્રીની ખુરશીનું ઔચિત્ય ભંગ કર્યું કહી શકાય એમ રાજકીય સૂત્રોનું માનવુ છે. આ અગાઉ વિધાનસભાનું એક સત્ર પુરૂ થયા બાદ અધ્યક્ષની ખુરશીમાં ભાજપના એક કાર્યકરે બેસીને ફોટો સેશન કર્યું હતું. ભાજપ સરકારમાં અધ્યક્ષ અને મંત્રીની ખુરશીઓ જાણે કે સાવ રેઢી અને સાવ સસ્તી થઇ ગઇ હોય તે આજે પરિવારના સદસ્યને બેસાડ્યા કાલે મતવિસ્તારના કોઇ કાર્યકરો મંત્રીને મળવા આવશે અને મંત્રીની ખુરશીમાં બેસીને ફોટા પડાવશે, સેલ્ફી લેશે.
જવાહર ચાવડા-કુંવરજી બાવળિયા વગેરે.ને કારણે ભાજપ શાસનમાં મંત્રીઓની ખુરશીઓ અને મંત્રીપદ સાવ સસ્તુ થઇ ગયું છે. તેનો પુરાવો આ તસ્વીર છે. ચાવડાએ મંત્રીની ખુરશીમાં પરિવારના સદસ્યાને બેસાડીને પોતાના મતવિસ્તાર માણાવદરમાં તેમને જીતાડનાર ભાજપના કાર્યકરોને જાણે કે હળવેકથી ટપલી મારી કે આ ખુરશી મારા પરિવારની જ છે કેમ કે હું કોણ…જવાહર ચાવડા….મૂળ કોંગ્રેસી…વંશવાદ તો અમારા લોહીમાં….વંશવાદ તો અમારા ડીએનએમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ ખુરશી મારા વંશની…! ચાવડાની આ તસ્વીર સોશ્યલ મિડિયામાં વાયરલ થઇ રહી છે..

Print Friendly, PDF & Email