Home અન્ય રાજ્ય પીએમ મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલાની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાયો

પીએમ મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલાની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાયો

34
0

75 દિવસ, 75 થી વધુ ઇન્ટરવ્યુ…200થી વધુ રેલીઓ અને રોડ શો સાથે સમાપ્ત થયો પીએમ મોદીનો લોકસભા ચૂંટણી પ્રચાર

(જી.એન.એસ) તા. 30

કન્યાકુમારી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના હોશિયારપુરમાં લોકસભા ચૂંટણી 2024 ના પ્રચાર અર્થે તેમની છેલ્લી રેલી યોજી હતી. હવે તેઓ ધ્યાન માટે કન્યાકુમારી જશે. પીએમ મોદીની લોકસભા સીટ વારાણસી પર છેલ્લા તબક્કામાં મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ શિલાની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. પીએમ મોદી ગુરુવારે સાંજે અહીં પહોંચશે અને કેટલાક કલાકો સુધી ધ્યાન કરશે. તે શનિવારે અહીંથી રવાના થશે. પીએમ મોદીની સુરક્ષા માટે 3000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વિવેકાનંદ શિલા પર રક્ષણના પાંચ તબક્કા કરવામાં આવ્યા છે. ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી ગ્રુપના જહાજો પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તૈનાત છે. ગુરુવારે સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે. પ્રવાસીઓ અને કન્યાકુમારી પહોંચતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરતા હોય છે. પ્રવાસીઓને વિવેકાનંદ રોક પર લઈ જતી ફેરી પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. પીએમ મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરૂ થશે.

તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 125 દિવસનો રોડમેપ તૈયાર કર્યો છે. તેમનું કહેવું છે કે સરકાર બનતાની સાથે જ ત્રીજા કાર્યકાળમાં આગામી 125 દિવસમાં શું થશે, સરકાર શું કરશે, સરકાર કેવી રીતે કરશે, સરકાર કોના માટે કરશે તેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આમાં પણ 25 દિવસ ખાસ કરીને યુવાનો માટે ફોકસ કરવામાં આવ્યા છે, આગામી 5 વર્ષમાં લેવાનારા મહત્વના નિર્ણયોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે. તેમની સરકાર આગામી 25 વર્ષના વિઝન પર પણ ઝડપથી આગળ વધી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા
Next articleરથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી