Home દુનિયા - WORLD પીએમ મોદીએ ઇટલીમાં જી7 સમિટમાં મુલાકાત દરમ્યાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાતને લઈને...

પીએમ મોદીએ ઇટલીમાં જી7 સમિટમાં મુલાકાત દરમ્યાન પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાતને લઈને કેરળ કોંગ્રેસે ટિપ્પણી કર્યા બાદ માફી માંગી

49
0

(જી.એન.એસ) તા. 17

તિરુવનંથપુરમ,

ગયા અઠવાડીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી7 સમિટમાં મુલાકાત દરમ્યાન ઇટલી ખાતે પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી જેને લઈને કોંગ્રેસના કેરળ યુનિટ દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે થયેલ બેઠક મુદ્દે કોંગ્રેસ કરેલ ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. જેના બાદ કેરળ કોંગ્રેસે પોપની પણ માફી માંગવી પડી હતી. આ મામલે ભાજપે કોંગ્રેસની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઠપકો આપ્યો હતો. મામલો એવો છે કે જી7 સમિટ માટે ઇટાલી પહોંચેલા વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર મીટિંગની તસવીર શેર કરતા કોંગ્રેસે કહ્યું હતું ટોણો – આખરે પોપને ભગવાનને મળવાનો મોકો મળ્યો. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – હું માનું છું કે ભગવાને મને મોકલ્યો છે. આ અંગે કોંગ્રેસે આ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે ફરી એક પોસ્ટમાં માફી માંગી છે અને કહ્યું છે કે કોઈપણ ધર્મને તિરસ્કાર કરવો તેની પરંપરા નથી.

પોપ ફ્રાન્સિસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા કેરળ કોંગ્રેસે લખ્યું હતું કે, આખરે પોપ ભગવાનને મળ્યા છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસની આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ પક્ષને ઠપકો આપ્યો હતો. ભાજપ નેતા અમિત માલવિયાએ કોંગ્રેસની પોસ્ટ શેર કરતા લખ્યું કે હિન્દુઓની મજાક ઉડાવ્યા બાદ અને તેમની આસ્થાની મજાક ઉડાવ્યા બાદ કોંગ્રેસમાં ઈસ્લામવાદી-માર્કસવાદી સાંઠગાંઠ હવે ખ્રિસ્તીઓનું અપમાન કરવા પર ઉતરી આવી છે. આ ત્યારે છે જ્યારે સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી પોતે કેથોલિક છે. તેણે માફી માંગવી જોઈએ.

જો કે, આ ટિપ્પણી બાબતે કોંગ્રેસને ઠપકો આપનારાઓમાં માત્ર માલવિયા જ નહીં, કે સુંદરન, અનિલ એન્ટની જેવા નેતાઓ પણ હતા જેઓ તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન પણ હતા. કુરિયને કહ્યું કે આ શરમજનક છે કે કોંગ્રેસ આ સ્તરે આવી ગઈ છે. ચારે બાજુથી ઘેરાયેલા અને ટીકા કર્યા બાદ કેરળ કોંગ્રેસ તરફથી પણ માફી માંગવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીના કેરળ યુનિટે આગળની પોસ્ટમાં લખ્યું, “આ દેશના સમગ્ર લોકો જાણે છે કે કોઈપણ ધર્મ, ધાર્મિક પૂજારીઓ અને મૂર્તિઓનું અપમાન અને અનાદર કરવું એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પરંપરા નથી. કોંગ્રેસ તમામ ધર્મો અને આસ્થાઓને એક કરે છે અને લોકોને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં આગળ લાવે છે, કોંગ્રેસનો કોઈ કાર્યકર પોપનું અપમાન કરવાનું વિચારશે નહીં, જેને સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તીઓ ભગવાન સમાન ગણે છે, કોંગ્રેસને નરેન્દ્ર મોદીની મજાક ઉડાવવામાં કોઈ વાંધો નથી કોણ કહે છે કે તેઓ ભગવાન છે, જો દેશવાસીઓ નરેન્દ્ર મોદીને પોપના અપમાન તરીકે દર્શાવવાની કોશિશ કરે છે તો મણિપુરમાં ચર્ચ સળગાવવાની ઘટના પર તેઓ શા માટે ચૂપ રહે છે? ખ્રિસ્તી સમુદાયને જો આ પોસ્ટથી ખ્રિસ્તીઓને કોઈ દુઃખ થયું હોય, તો અમે માફી માંગીએ છીએ.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાવટી ચલણી નોટો અને નોટ છાપવાની સામગ્રી સાથે એક વ્યક્તિને ઝડપી પાડતી સુરત પોલીસ
Next articleપશ્ચિમ બંગાળમાં રાત્રે ભાજપ કાર્યાલય પાસેથી બોમ્બ જેવી વસ્તુ મળી આવતા ખળભળાટ