Home ગુજરાત પારસા શાળાના આચાર્ય પ્રવિણભાઇ પટેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરાયા

પારસા શાળાના આચાર્ય પ્રવિણભાઇ પટેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરાયા

209
0
SHARE

(જી.એન.એસ,ધવલ દરજી)માણસા,તા.૬
ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. માણસા તાલુકાના પારસા ગામ ખાતે આવેલી કે.આર.પટેલ એન્ડ એમ.એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કૂલના પ્રવિણભાઇ શંભુદાસ પટેલને રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે સન્માનિત કરાયા હતા. આચાર્યશ્રીને ૫૧ હજારનો ચેક, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા. રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પ્રવિણભાઇ પટેલની પસંદગીએ ખરેખર માણસા તાલુકા, પારસા શાળા અને તેમના સમાજ માટે ગૌરવની ક્ષણ હતી. ત્યારે તેમણે સમગ્ર તાલુકાનું નામ રોશન કર્યું છે.

આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે એવોર્ડ મળતા અમારી જવાબદારી વિશેષ થઇ ગઇ હોવાથી તમામ કામગીરી સચેતતાથી કરવું પડશે. શાળાઓના પરિણામમાં ત્રુટી દુર કરીને બોર્ડ પરિણામ વધુ ઉંચુ લાવવાનો પ્રયત્ન કરાશે. શાળાઓનું બોર્ડ પરિણામ સુધારવાની કામગીરીની પહેલે રંગ લાવતા હાલમાં પરિણામ 80 ટકા આવી રહ્યું છે. શાળાનું બોર્ડ પરિણામ 100 ટકા લાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવું આચાર્ય પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું.

Print Friendly, PDF & Email