Home દુનિયા - WORLD પાકિસ્તાન સહિત 41 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry

પાકિસ્તાન સહિત 41 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry

26
0

ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે

(જી.એન.એસ) તા. 15

વોશિંગ્ટન,

ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિની કમાન સંભાળ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, ત્યારે હવે ટ્રમ્પ ટૂંક સમયમાં એક-બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. ટ્રમ્પ ટૂંક સમયમાં ઘણા દેશોમાં નવા ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે.

આ મામલે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત પાકિસ્તાન સહિત 41 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સંદર્ભમાં, 10 દેશોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા ઘણા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના વિઝા સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવશે.

અમેરિકામાં ટ્રાવેલ પ્રતિબંધની ત્રીજી યાદીમાં પાકિસ્તાન અને ભૂતાન સહિત 26 દેશોનો સમાવેશ કરવામાં આવશે. આ દેશોના નાગરિકો માટે વિઝા પર પણ આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે. જો આ દેશોની સરકારો 60 દિવસની અંદર બધી વિઝા ખામીઓ દૂર નહીં કરે, તો વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે.

આ બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો સહિત સમગ્ર ટ્રમ્પ પ્રશાસન આ નવા ટ્રાવેલ પ્રતિબંધને મંજૂરી આપશે, ત્યારબાદ તેને અમેરિકામાં લાગુ કરી શકાશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field