Home રમત-ગમત પાકિસ્તાની સિનિયર ક્રિકેટર યુનિસ ખાન નિવૃતિ જાહેર કરી

પાકિસ્તાની સિનિયર ક્રિકેટર યુનિસ ખાન નિવૃતિ જાહેર કરી

SHARE

(જી.એન.એસ), તા. ૮ લાહોરઃ
વેસ્ટ ઇન્ડિઝ સામે 21 એપ્રિલના રોજ શરૂ થઇ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ પાકિસ્તાનના સીનિયર ખેલાડી યુનિસ ખાન માટે અંતિમ ટેસ્ટ સીરિઝ રહેશે. યુનિસ ખાને શનિવારે જાહેરાત કરી હતી કે તે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેશે.
ટેસ્ટ કેપ્ટન મિસબાહ પણ ગુરુવારે નિવૃતિની જાહેરાત કરી ચૂક્યો છે. 39 વર્ષીય યુનિસ ખાને કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ તેના કરિયરની અંતિમ સીરિઝ હશે. યુનિસ ખાને કહ્યું હતું કે, લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે તે હાલમાં નિવૃતિની જાહેરાત ના કરે પરંતુ હવે તેનો સમય આવી ગયો છે. તમામ ખેલાડીની લાઇફમાં એક સમય આવે છે જ્યારે તેને આવો નિર્ણય લેવો પડે છે. મે હંમેશા મારા દેશ માટે રમ્યો છું. કોઇ પણ ખેલાડી હંમેશા ફીટ રહેતો નથી. રમવા માટે મોટિવેશન હંમેશા એક જેવો રહી શકે નહીં. તો હવે સમય આવી ગયો છે કે વેસ્ટ ઇન્ડિઝ બાદ હું નિવૃતિ લઇ લઉં.
2000માં શ્રીલંકા સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરનારા યુનિસ ખાને 115 ટેસ્ટમાં 9977 રન બનાવ્યા છે. તેણે 53.06 રનરેટથી રન બનાવ્યા છે. યુનિસ ખાને 34 સદી ફટકારી છે. તેનો ટેસ્ટમાં બેસ્ટ સ્કોર 313 રન છે જે તેણે 2009માં શ્રીલંકા સામે ફટકાર્યો હતો.