Home દુનિયા - WORLD પાકિસ્તાનમાં IMF ને આકર્ષવા માટે પેટ્રોલના ભાવ માં 22 રૂપિયાનો રેકોર્ડતોડ વધારો

પાકિસ્તાનમાં IMF ને આકર્ષવા માટે પેટ્રોલના ભાવ માં 22 રૂપિયાનો રેકોર્ડતોડ વધારો

55
0

(જી.એન.એસ) તા.16


પાકિસ્તાન


બુધવારે લોકો પર ટેક્સનો ભાર નાખીને મિની બજેટ રજૂ કર્યા પછી મોડી સાંજે પેટ્રોલના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો કરી દીધો છે. ત્યાં પેટ્રોલની કિંમતમાં એક દિવસમાં 22 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવ આજથી એટલે કે ગુરુવારથી લાગુ થઈ ગયો છે. ત્યારે હવે ત્યાં પેટ્રોલની કિંમત પાકિસ્તાન કરન્સીના હિસાબે 272 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.


પાકિસ્તાનના ફાઇનાન્સ ડિવિઝને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આવેલા રેકોર્ડતોડ વધારાની પાછળ ત્યાંની કરન્સીમાં આવેલા ઘટાડાને જવાબદાર ગણાવી છે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન આ બધું IMFને આકર્ષવા માટે કરી રહી છે. વાત એમ છે કે લોન દેવા માટે IMFએ પાકિસ્તાનની આગળ જે શરતો રાખી છે એમાંની એક આ પણ છે કે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે પાકિસ્તાનમાં માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ રોજબરોજની જિંદગીમાં કામ આવનારી વસ્તુઓ, જેમ કે કેરોસીન, લાઇટ ડીઝલ અને હાઇ સ્પીડ ડીઝલના ભાવ પણ વધારી દેવાયા છે, જેને કારણે ત્યાં મોંઘવારી વધી ગઈ છે. મૂડી એનાલિસ્ટના સિનિયર ઇકોનોમિસ્ટ કેટરીના એલના જણાવ્યા પ્રમાણે, આનાથી 2023ના પહેલા છ માસમાં પાકિસ્તાનમાં ફુગાવો દર 33% થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશની ઇકોનોમીને ફરી ટ્રેક પર લાવવા માટે IMFની લોન પણ પૂરતી નહીં રહે.પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત વધારાનો સિલસિલા ઘણા સમયથી ચાલુ છે. ગત મહિને ત્યાં પેટ્રોલની કિંમત 58 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 16 જાન્યુઆરીએ પાકિસ્તાન કરન્સીના પ્રમાણે, પેટ્રોલ 214.80 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 227.80 રહી છે. તો 13 દિવસ પછી 29 જાન્યુઆરીએ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત વધીને 249.80 રૂપિયા થઈ ગઈ છે.પાકિસ્તાનની શાહબાઝ સરકાર ગત અઠવાડિયે IMF બેલઆઉટ પેકેજને અનલોક કરવા માટે ચાર મહિનામાં 170 બિલિયન પાકિસ્તાન રૂપિયા ભેગા કરવા માટે એક મિની બજેટ રજૂ કરશે. આના કારણે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં 15 ફેબ્રુઆરીએ એક બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોઈ રીતે ટેક્સમાં વધારો કર્યો હતો. એનો ભાર મોંઘવારી અને ભૂખમરીની કગાર પર ઊભેલા પાકિસ્તાનની જનતાને ઉઠાવવો પડ્યો છે.લક્ઝરી આઇટમ્સ પર GST 17% વધારીને 25%વ્યાપાર અને પહેલી શ્રેણીના હવાઇ ટિકિટો પર ટેક્સ વધારીને 20,000 રૂપિયા અથવા 50% કરી દીધો છેઆર્થિક કંગાળથી પરેશાન પાકિસ્તાન બેલઆઉટ પેકેજ લઈને IMFની સાથે કોઈ ડીલ ફાઈનલ નથી કરી શકી. બેલઆઉટ પેકેજને લઈને બન્ને વચ્ચે 10 દિવસથી ચાલી રહેલી વાતચીતનો કોઈ મેળ નથી પડ્યો. હવે માનવામાં આવી રહ્યું છે કે IMFને આકર્ષવા માટે પાકિસ્તાન ધીરે-ધીરે તેમની શરતો માની રહ્યું છે, જેને કારણે આનો ભાર ત્યાંની જનતાને ઉઠાવવો પડે છે.પાકિસ્તાનના દેવાળિયા થવાથી બચવા માટે IMFનો ત્રીજો હપતો મહિનાઓથી લટકી પડ્યો છે. વાત એમ છે કે પાકિસ્તાનનું કહેવું છે કે લોન આપવા માટે IMFએ ખૂબ જ કડક શરતો રાખી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ શરતોને લઈને કહ્યું હતું કે આ અમારા વિચારથી પણ વધુ સખત અને ખતરનાક છે, પરંતુ આનું શું કરીએ? અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી.


IMF ઇચ્છે છે કે પાકિસ્તાનની સરકાર ઇલેક્ટ્રિસિટી અને ફ્યૂઅલ 60% મોંઘું કરે, સાથે જ ટેક્સ કલેક્શન બે ગણું કરવા માટે કહ્યું છે. જો સરકાર આ શરતો માની લે છે તો મોંઘવારી દર અત્યારે અંદાજે 54%થી 55% થઈ જશે.10 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, પાકિસ્તાન પાસે હવે માત્ર $3 બિલિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ બચ્યું છે, જે છેલ્લાં 9 વર્ષમાં સૌથી ઓછું છે. આ રિઝર્વ છેલ્લા 18 મહિનાથી સતત ઘટી રહ્યું છે. આ કારણે પાકિસ્તાનને આયાત કરવામાં આવતી વસ્તુઓ માટે નાણાંની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વો માં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળી રહ્યો છે
Next articleનિક્કી હત્યાકેસમાં ખુલાસો પરિવારની પસંદની છોકરી સાથે લગન કરવા કરી હતી હત્યા