(જી.એન.એસ) તા. 21
સારણ,
બિહારની સારણ લોકસભા સીટ પર પાંચમા તબક્કાનું લોકસભા ચૂંટણીનું મતદાન થયું હતું ત્યાર બાદ ખતરનાક હિંસાના સમાચાર સામે આવ્યા હતા જેમાં બિહારમાં બીજેપી અને આરજેડીના સમર્થકો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ થયા છે.
બીજેપી અને આરજેડીના સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા. મંગળવારે બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ગોળી વાગી છે. કહેવાય રહ્યું છે કે સોમવારે સાંજે મતદાન કેન્દ્ર પર થયેલા વિવાદને કારણે આ ઘટના બની હતી. માહિતી મળતાં જ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પટના હોસ્પટલ ખાતે મોકલવામાં આવ્યા હતા, પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સારણ લોકસભા સીટથી ચૂંટણી લડી રહી છે. સોમવારે રોહિણી છપરામાં એક બૂથ પર પહોંચી ત્યારે વિવાદ થયો હતો અને મંગળવારે સારણમાં ગોળીબાર થયો હતો.
સોમવારે લોકસભા ચુંટણીના મતદાન દરમિયાન આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય પણ છપરાના ભીખારી ઠાકુર ચોક વિસ્તારમાં પહોંચ્યા હતા તે સમયે હોબાળો પણ થયો હતો. ઘટના બાદ સારણના એસપીએ કહ્યું કે, ” આરજેડી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. મંગળવારે કેટલાક લોકોએ તેને લઈને ગોળીબાર કર્યો છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અહીં ઇન્ટરનેટ પણ બે દિવસ બંધ કરવામાં આવ્યું છે.”
આ ઘટનાને ધ્યાનમાં લઈને બિહાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનઈછનીય બનાવ ના બને.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.