વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવી પુષ્ટિ
(જી.એન.એસ) તા. 12
કોલકાતા,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) દ્વારા એક મોટી વાત જણાવવામાં આવી હતી કે ભારતમાં એક બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં ચાર વર્ષના બાળકમાં એચ9એન2 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. ડબલ્યુએચઓ એ જણાવ્યું હતું કે દર્દીને સતત ગંભીર શ્વાસોશ્વાસની સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણને કારણે ફેબ્રુઆરીમાં સ્થાનિક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્રણ મહિના પછી નિદાન અને સારવાર પછી તેને રજા આપવામાં આવી હતી.
આ બાબતે ડબલ્યુએચઓ એ જણાવ્યું હતું કે દર્દીના ઘરની અંદર અને તેની આસપાસ મરઘાં પાલન જેવા અનેક પોલ્ટ્રી ફાર્મ આવેલા છે. તેના પરિવારમાં અથવા અન્ય લોકોમાં શ્વસન સંબંધી બીમારીના લક્ષણો બતાવનાર કોઈ વ્યક્તિ પણ નહતો. ડબલ્યુએચઓ એ જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સમયે રસીકરણની સ્થિતિ અને એન્ટિવાયરલ સારવારની વિગતો ઉપલબ્ધ નથી. એજન્સીએ કહ્યું કે ભારતમાં એચ9એન2 બર્ડ ફ્લૂનો આ બીજો માનવ ચેપ છે, જેનો પ્રથમ કેસ 2019 માં નોંધાયો હતો.
એચ9એન2 વાયરસ સામાન્ય રીતે હળવી બીમારીનું કારણ બને છે. યુએન એજન્સીએ જણાવ્યું હતું કે વધુ છૂટાછવાયા માનવ ચેપના કેસ આવી શકે છે કારણ કે વાયરસ વિવિધ પ્રદેશોમાં મરઘાંમાં ફરતા સૌથી પ્રચલિત એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આ મામલે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.