Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ નોઈડાની જિલ્લા જેલમાં થયો AIDS બ્લાસ્ટ!…26 કેદીઓ નિકળ્યા HIV પોઝિટિવ

નોઈડાની જિલ્લા જેલમાં થયો AIDS બ્લાસ્ટ!…26 કેદીઓ નિકળ્યા HIV પોઝિટિવ

67
0

ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગર જિલ્લાની જેલમાં બંધ કેદીઓમાંથી 26 કેદીઓના એચઆઈવી રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું છે કે, જેલમાં શિબિર લગાવીને તપાસ થઈ તો આ ખુલાસો થયો છે. જેલ પ્રશાસને કેદીઓે સેક્ટર 30 સ્થિતિ જિલ્લા હોસ્પિટલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરેપી સેન્ટરમાં સારવાર કરવાનું શરુ કરી દીધું છે. આપને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ કેસ નથી, જ્યારે રાજ્યમં કેદીઓની વચ્ચે એચઆઈવી પોઝિટિવ હોવાનું સામે આવ્યું હોય.

આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં બારાબંકી જિલ્લાના જેલમાં પણ 22 કેદીઓ એચઆઈવી પોઝિટિવ આવ્યા હતા, ઉપરાંત બિઝનૌરની જેલમાંથી પણ કેદીઓ પોઝિટિવ આવ્યા હતા. કેવી રીતે ફેલાય છે HIV? જાણો…આ બિમારી મોટા ભાગે શારીરિક સંબંધ બાંધવાના કારણે એક શરીરથી બીજા શરીરમાં ફેલાય છે. સાથે જ કોઈ HIV પોઝિટિવ કોઈ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલી સોઈ, સીરિંઝ અથવા અન્ય દવા ઈંજેક્શન ઉપકરણોથી આ વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરશિયાનો યુક્રેનમાં મેટરનીટી વોર્ડ પર કર્યો હવાઈ હુમલો, હોસ્પિટલને બનાવ્યું નિશાન!
Next articleકર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ નેતાઓને આપી ગાળો, વીડિયો વાયરલ થતાં માગી માફી