Home દુનિયા - WORLD નેટિજન્સે ટ્વિટર પર દુર્લભ નજારો શેર કર્યો, એકસાથે જોવા મળ્યા બુધ, શુક્ર...

નેટિજન્સે ટ્વિટર પર દુર્લભ નજારો શેર કર્યો, એકસાથે જોવા મળ્યા બુધ, શુક્ર અને ચંદ્રમા ગ્રહ

62
0

તાજેતરમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર એકસાથે આવવાનું એક દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. આ અદભૂત ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. આ ત્રણેય અવકાશી પદાર્થોએ બુધવારે રાત્રે આકાશમાં ખૂબ જ સુંદર ટ્રિફેક્ટા બનાવ્યું હતું, જેનો ખગોળશાસ્ત્રીઓએ આનંદ માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીનો રહસ્યમય જુડવા ગ્રહ શુક્ર અને આપણા સૌર પરિવારનો સૌથી તેજસ્વી ગ્રહ, ગુરુ/બૃહસ્પતિ ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા છે, જે 1 માર્ચે એક સંયોજક (Conjunction) રચવા જઈ રહ્યા છે. બુધવારે સૂર્યાસ્ત થયા પછી તરત જ ચંદ્ર પણ તેમની સાથે જોડાયો છે. ભારત સહિત વિશ્વભરના લોકોએ આકાશમાં તેજસ્વી ગ્રહો જોયા જ્યારે તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. શુક્ર, તાજેતરમાં, સૂર્ય અને ચંદ્ર પછી આકાશમાં ત્રીજો સૌથી તેજસ્વી કુદરતી પદાર્થ છે. તે એટલું તેજસ્વી છે કે ક્યારેક તે દિવસના પ્રકાશમાં પણ જોઈ શકાય છે. વિશ્વભરના લોકો અને અવકાશી પદાર્થોનો અભ્યાસ કરતી એજન્સીઓએ તેમના ઉપકરણો (મોબાઈલ અથવા કેમેરા)માં આ દુર્લભ દૃશ્યને કેદ કર્યું છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. હકિકતમાં આ નજારો 21 અને 22 ફેબ્રુઆરીના રોજ સૂર્યાસ્તના લગભગ એક કલાક પછી જોવા મળ્યો હતો. આ દૃશ્યમાં, ગુરુ શુક્રથી લગભગ 8 ડિગ્રી ઉપર અને ચંદ્ર શુક્રથી લગભગ 7 ડિગ્રી નીચે ચાંદીની રેખા બનાવે છે. વાસ્તવમાં શુક્ર અને ગુરુ આ મહિનાની શરૂઆતથી એકબીજાની નજીક આવી રહ્યા છે. 20 ફેબ્રુઆરીએ તેમની વચ્ચેનું કોણીય અંતર 29 ડિગ્રીથી ઘટીને માત્ર 8 ડિગ્રી થયું હતું. નોંધનીય છે કે આ બંને ગ્રહો 1 માર્ચે સંયોગ રચવા જઈ રહ્યા છે, એટલે કે તે દિવસે બંને ગ્રહો વચ્ચે માત્ર 0.52 ડિગ્રી જ રહેશે. ખગોળશાસ્ત્રીઓ અને સંશોધકો આ ઘટનાથી આશ્ચર્યચકિત છે કારણ કે તે ગુરુ અને શુક્રનું સંયોજન નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleNSEએ શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બદલ્યો આ નિયમ, 1 એપ્રિલથી થશે લાગુ!
Next articleનિફ્ટી ફયુચર ૧૭૧૭૦ પોઈન્ટ મહત્વની સપાટી…!!!