Home વ્યાપાર જગત નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૧૮૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૮.૦૬.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૩૧૪૨.૯૬ સામે ૬૩૧૪૦.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૭૮૯.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૧.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૪.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૪૮૪.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૯૮.૪૦ સામે ૧૮૮૧૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૬૯૩.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૭૦૯.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

RBIએ આજે તેની દ્વિમાસિક સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત જાળવી રાખ્યા બાદ ભારતીય શેરબજાર ગગડ્યું હતું અને સતત ચાર દિવસની તેજી પર બ્રેક વાગી હતી.રિયલ્ટી, બેન્ક, ઓટો અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ જેવા રેટ સેન્સિટિવ શેરોમાં વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૨૯૪ પોઈન્ટ્સ ઘટીને જ્યારે નિફ્ટી ૧૮૭૫૦ની નીચે બંધ રહ્યો હતો.મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ફુગાવાને ૪%ના લેવલે લઈ જવામાં આવશે તેવી વાત કરતાં બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. હજી પણ ફુગાવાનો અંકુશ પ્રાથમિક્તા હોવાને કારણે રેટ કટની આશા ઘટી ગઈ હતી.બજાર આમ પણ ઊંચા મથાળે હોવાથી આરબીઆઈની પોલિસી જાહેર થયા બાદ પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું.

BSE સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૩.૦૨%નો ઉછાળો જોવા મળ્યો હતો અને આજે વધીને બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં પાવરગ્રીડ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ, એચડીએફસી અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે.BSE સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્કના શેરોમાં સૌથી વધુ ૨.૫૫%નો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાટા મોટર્સ, ટીસીએસ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઈન્ડિયા, ટાઈટન અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.

NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ એનટીપીસીના શેરોમાં સૌથી વધુ ૩.૧૦% નો ઉછાળો જોવા મળ્યો હતો.આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં જેએસડબલ્યૂ સ્ટીલ, ઓએનજીસી, પાવરગ્રીડ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ગ્રાસિમના શેરમાં ૩.૦૬%નો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં કોટક બેન્ક, સન ફાર્મા, ટાટા કન્ઝ્યૂમર અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૫૯ અને વધનારની સંખ્યા ૧૪૯૩ રહી હતી,૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો ન હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૮૭% અને ૦.૪૭% ઘટીને બંધ રહ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો વૈશ્વિક બજારો માટે આ પોઝિટીવ બની રહી આગામી દિવસોમાં સેન્ટીમેન્ટ તેજીનું બની રહેવાની પૂરી શકયતા છે. ઘર આંગણે ભારતમાં માર્ચ ૨૦૨૩ના અંતના મે મહિનાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના આંક પણ વધીને ૩૧ મહિનાની ઊંચી સપાટીએ આવ્યા, ઉપરાંત જીએસટી એક્ત્રિકરણમાં સતત વૃદ્વિને લઈ અનેક પોઝિટીવ પરિબળો સર્જાયા છે. કોર્પોરેટ પરિણામોની માર્ચ ૨૦૨૩ના અંતની સીઝન અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામો સાથે પૂરી થવાની તૈયારીમાં છે.સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં ફંડોનું દરેક લેવલે રોકાણ  આકર્ષણ વધતું જોવાઈ રહ્યું છે. જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં રી-રેટીંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ વધવાની પૂરી શકયતા છે. હવે ચોમાસાની તૈયારી વચ્ચે હવામાન ખાતાના સામાન્ય સારા ચોમાસાની આગાહી મુજબ શરૂઆતના સંજોગોમાં નવું પોઝિટીવ પરિબળ આગામી દિવસોમાં જોવાઈ શકે છે.

Previous articleદૈનિક રાશિફળ (તા.૦૯-૦૬-૨૦૨૩)
Next articleમણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 57 હથિયાર અને 323 દારૂગોળો મળ્યા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.