Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નિક્કી હત્યાકેસમાં ખુલાસો પરિવારની પસંદની છોકરી સાથે લગન કરવા કરી હતી હત્યા

નિક્કી હત્યાકેસમાં ખુલાસો પરિવારની પસંદની છોકરી સાથે લગન કરવા કરી હતી હત્યા

64
0

(જી.એન.એસ) તા.16


નવી દિલ્લી


દિલ્હીના નિક્કી યાદવ હત્યાકેસમાં નવી માહિતી સામે આવી છે. પોલીસ અનુસાર 10 ફેબ્રુઆરીએ નિક્કીનું ગળું દબાવી હત્યાના એક દિવસ પહેલાં સાહિલ પોતાના પરિવારની પસંદની છોકરી સાથે સગાઈ કરીને પરત ફર્યો હતો. હત્યા કરી તે દિવસે તે પોતાના ઘરે ગયો અને ધામધૂમથી લગ્ન કર્યાં. હત્યાની સંપૂર્ણ કહાની પોલીસની જુબાની વાંચોપોલીસ અનુસાર, 24 વર્ષના સાહિલ ગેહલોતે 9 ફેબ્રુઆરીએ પોતાની સગાઈમાં ખૂબ મસ્તી કરી, મિત્રો સાથે ડાન્સ કર્યો. સગાઈનું ફંક્શન પતાવી તે પોતાના પિતરાઈ ભાઈની ગાડી લઈને રાતે લગભગ 1 વાગ્યે(10 ફેબ્રુઆરી) નિક્કીના ઘરે પહોંચ્યો. ત્યાં નિક્કીની બહેન હાજર હતી. સવારે લગભગ 5 વાગ્યે સાહિલ નિક્કીને લઈને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પહોંચ્યો.નિક્કી ગોવા જઈ રહી હતી. તેની ટ્રેન સવારે 7.30 વાગ્યાની હતી. તેણે સાહિલને પણ સાથે આવવા કહ્યું, પરંતુ તેણે ટિકિટ ન મળવાનું બહાનું બનાવ્યું. પછી બંનેએ અચાનક હિમાચલ જવાનું પ્લાનિંગ કર્યું. બંને આનંદ વિહાર બસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ ત્યાં જાણ થઈ કે બસ કાશ્મીરી ગેટથી મળશે. બંને ત્યાંથી કાશ્મીરી ગેટ ગયાં. સાહિલને સતત ફોન આવી રહ્યા હતા.પોલીસે આગળ જણાવ્યું કે 10 ફેબ્રુઆરીએ જ સાહિલનાં લગ્ન થવાના હતા, આથી તેનાં પરિવારજનો તેને સતત ફોન કરી રહ્યાં હતાં. નિક્કીને જ્યારે આ વિશે જાણ થઈ તો બંને વચ્ચે ઝઘડો થયો. સવારે લગભગ 9 વાગ્યે સાહિલે કશ્મીરી ગેટ વિસ્તારમાં જ ગાડીની અંદર ડેટા કેબલથી નિક્કીનું ગળું દબાવ્યું. તેનું ત્યાં જ મોત થયું હતું.ત્યાર પછી સાહિલે નિક્કીની બોડીને ફ્રન્ટ સીટ પર બેસાડી, સીટ બેલ્ટ લગાવ્યો અને કાશ્મીરી ગેટ વિસ્તારથી પશ્ચિમ વિહાર થઈને 35 કિમી દૂર દક્ષિણ દિલ્હીના મિત્રાવ ગામ સ્થિત ઢાબા પર પહોંચ્યા. તક જોઈને અહિંયાં તેણે નિક્કીની બોડી કારમાં છુપાવી અને ત્યાંથી પોતાના લગ્નમાં સામેલ થવા પોતાના ઘરે ગયો.લગ્નની વિધિ પૂરી થયા પછી જ્યારે રાતે તેનાં પરિવારજનો સૂઈ રહ્યાં હતાં, ત્યારે લગભગ 3.30 વાગ્યે તે બીજી ગાડી લઈને નિક્કીની લાશનો નિકાલ કરવા ઢાબા પહોંચ્યો. પોલીસનું કહેવું છે કે લાશને નદીમાં ફેંકવાનો પ્લાન બનાવ્યો હતો.પહેલાં તે બોડીને ગાડીથી નિકાળીને ઢાબાના ફ્રીઝ સુધી લઈ ગયો. નિક્કીની બેગ ફ્રીઝ પાસે જ રાખી હતી. સાહિલે તેનો મોબાઈલ ફોન નિકાળ્યો અને તેમાં ડેટા ડિલિટ કર્યા. સાહિલે પોતાના ફોનથી પણ નિક્કી સંબંધિત બધો ડેટા ડિલિટ કર્યો.આ હત્યા વિશે પોલીસને ત્યારે જાણ થઈ, જ્યારે 14 ફેબ્રુઆરીએ નિક્કીના પાડોશીએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે જ્યારે તેના બોયફ્રેન્ડને શોધ્યો તો ઘટનાનો ખુલાસો થયો. પોલીસ તે તમામ જગ્યાના cctv ફૂટેજ તપાસી રહી છે જ્યાં જવાની વાત સાહિલે પોતાના કબૂલનામામાં જણાવી હતી. નિક્કીનો ફોન પોલીસ જપ્ત કર્યો છે અને બંનેના વોટ્સઅપ ચેટ અને ફોટા નિકાળવાના પ્રયત્ન થઈ રહ્યા છે.


પોલીસે જણાવ્યું કે પૂછપરછમાં સાહિલે જણાવ્યું કે તે નક્કી નહતો કરી શકતો કે તેને શું કરવાનું છે. શું તેણે પરિવારના કહ્યા અનુસાર લગ્ન કરવા જોઈએ કે નિક્કી યાદવની સાથે રહેવું જોઈએ. પરંતુ તેની સગાઈ અને લગ્નના ફોટા-વીડિયોમાં બીજું જ કંઈ દેખાઈ રહ્યું છે. તે પોતાના લગ્નના ફંક્શનમાં ડાન્સ કરતો અને ખુશ દેખાઈ રહ્યો છે.

(જી.એન.એસ)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનમાં IMF ને આકર્ષવા માટે પેટ્રોલના ભાવ માં 22 રૂપિયાનો રેકોર્ડતોડ વધારો
Next articleક્રિકેટર પૃથ્વી શો અને ફેન્સ વચ્ચે સેલ્ફીને લઈને લડાઈ થતા ફિમેલ ફેને કાર પર કર્યો હુમલો