Home દેશ - NATIONAL નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું ઓડિશાના દરિયાકાંઠે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને DRDO...

નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું ઓડિશાના દરિયાકાંઠે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ અને DRDO દ્વારા સફળતાપૂર્વક ઉડાન-પરીક્ષણ કરવામાં આવ્યું

77
0

(જી.એન.એસ),તા.૦૪

ભુવનેશ્વર,

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળીને 3 એપ્રિલ, 2024ના રોજ લગભગ 7 કલાકે ઓડિશાના દરિયાકિનારે ડૉ. APJ અબ્દુલ કલામ ટાપુ પરથી ન્યૂ જનરેશન બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-પ્રાઈમનું સફળ ઉડાન-પરીક્ષણ કર્યું. પરીક્ષણથી તેના વિશ્વસનીય પ્રદર્શનને માન્ય કરતા ટેસ્ટના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યાં, જેમકે ટર્મિનલ પોઈન્ટ પર મુકવામાં આવેલા બે ડાઉનરેન્જ જહાજો સહિત વિવિધ સ્થળોએ તૈનાત સંખ્યાબંધ રેન્જ સેન્સર્સ દ્વારા મેળવેલા ડેટામાંથી પુષ્ટિ મળે છે. પ્રક્ષેપણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના ચીફ અને ડીઆરડીઓ અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDO, SFC અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે મિસાઈલનો સફળ વિકાસ અને ઇન્ડક્શન સશસ્ત્ર દળો માટે એક ઉત્તમ બળ ગુણક બની રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ R&Dના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સફળ ફ્લાઇટ ટેસ્ટ માટે SFC અને DRDOના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article5 એપ્રિલ : નેશનલ મેરીટાઇમ ડે
Next articleભારતીય કોસ્ટ ગાર્ડે ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાંથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળને બચાવ્યો