Home દેશ દેશમાં મોદી લહેર છે……એક રાજકિય ભ્રમણાં…!

દેશમાં મોદી લહેર છે……એક રાજકિય ભ્રમણાં…!

474
0
SHARE
-મોદીજી દેશ આખામાં અત્યંત લોકપ્રિય હોય તો 3 રાજ્યોમાં પંજો કેમ કરીને મજબૂત થયો…
-2 રાજ્યોમાં એક-એક સીટ, લુંગી-ખમીસ ગમછો ધારણ કર્યો છતાં તામિલનાડુમાં હજુ ખાતુ પણ ખુલ્યુ નથી…
-અબ કી બાર…લોકપ્રિય હોત તો ગોવા-કર્ણાટકા અને એમપીમાં ભાજપને બહુમતિ મળી હોત…
-કેજરીએ દિલ્હીમાં કેસરીને પાટો પણ અડવા દીધો નથી…ક્યાં છે લોકપ્રિયતા..?

(જીએનએસ પ્રવિણ ઘમંડે)
કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંઘીએ મોદી સરકારને હમણાં હમણાં આડેહાથે લીધા તેનાથી ઘણાંને નવાઇ લાગી. રાહુલ રોજેરોજ નવા નવા પ્રહારો કરી રહ્યાં છે. જેમાં એક પ્રહાર એવો કર્યો કે 2014ની ચૂંટણીમાં મોદીએ પોતે મજબૂત નેતા હોવાની ફેક-બનાવટી ઇમેજ ઉભી કરી હતી. રાહુલે ભાજપના મંત્રીઓને પણ આડેહાથે લઇને આ મંત્રીઓ રોજેરોજ કોંગ્રેસના નેતાઓના પ્રહારોના જવાબ માટે કામ કરે છે,… મંત્રીઓનું રોસ્ટર બનાવવામાં આવ્યું છે…..એવો કટાક્ષ કર્યો. રાહુલાના આરોપમાં કેટલો દમ છે એ તો તેઓ જ જાણે પણ વાઇરલ આંકડા દર્શાવે છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભલે 543માંથી 302 સીટો મળી. પ્રચંડ બહુંતિ મળી. પણ તે પછી યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 70માંથી માત્રને માત્ર 8 જ બેઠકો મળી…. તે અગાઉ 2014માં માત્ર 3 જ બેઠકો મળી હતી. અને 2014માં મોદીને પૂર્ણ બહુમતિ મળી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર 56ની છાતીવાળા મજબૂત નેતા તરીકેની ઇમેજના કારણે. 15 જૂનની ગલવાનની ઘટના બાદ ઇમેજને ધક્કો લાગ્યો છે. 20 જવાનોની શહાદતનો કોઇ બદલો પુલવામાની જેમ લેવાયો નથી એ સમગ્ર દેશ જોઇ રહ્યો છે. ચીનના 20 કરતાં વધારે સૈનિકોને હણી નાંખ્યા હતા આપણાં એ શહીદ જવાનોએ. સરકારે નહીં. શહીદોને શ્રધ્ધાંજલિ ટ્વીટ કરવામાં 48 કલાક લાગ્યા…! પુલવામા વખતે તરત જ…! કારણ…? યે પબ્લિક હૈ..યે સબ જાનતી હૈ…
વાઇરલ આંકડા બોલે છે, પેલા ગીત ગાયા પથ્થરોની જેમ…. દેશના 28 દેશોમાંથી ભાજપ પાસે માત્ર 10 રાજ્યો એવા છે કે જ્યાં તેમની બહુમતિ છે. કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભાજપની સત્તા છે પરંતુ કઇ રીતે સત્તા મેળવી….? યે તો પબ્લિક હૈ..યે સબ જાનતી હૈ…. અને હવે રાજસ્થાનમાં કેસરી ઝંડો લહેરાવવાના રાજકિય પ્રયાસો થઇ રહ્યાં છે. સચિન પાયલટ પેલા સચિનની જેમ ઓલરાઉન્ડર નથી. કાચા ખેલાડી લાગે છે. સિંધિયા પાકા ખેલાડી નિકળ્યા અને પાયલટ નવા નિશાળિયા પૂરવાર થઇ રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે.
સિક્કિમમાં માત્ર એક સીટ, મિઝોરામમાં પણ માત્ર એક સીટ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આવકારવા મોદીજીએ લુંગી-ગમછો અને ખમીસ ધારણ કર્યું તે તામિલનાડુ વિધાનસભામાં ભાજપનો એક પણ કેસરિયો બાલમ ચૂંટાણો નથી….!
આંધ્રમાં 175માંથી માત્ર 4 બેઠકો છે, જ્યાં ભાજપના સૌથી વધુ કાર્યકરોની હત્યા થઇ તે કેરળમાં 140માંથી માત્ર 1 બેઠક જ છે, ભંગડા પાલે..પંજાબમાં 117માંથી માત્ર 3 , જે રાજ્યના મુખ્યમંત્રી ભાજપના નિશાને છે તે મમતાના બંગાળમાં 294માંથી માત્ર 3 બેઠકો છે, તેલંગાણામાં 119માંથી માત્ર 5 કેસરિયા છે, જ્યાં વડાપ્રધાન પોતે બેસીને દેશ પર રાજ કરી રહ્યાં છે રાજધાની દિલ્હી વિધાનસભામાં હાલમાં ભાજપને 70માંથી માત્ર 8 બેઠકો મળી છે, ગઇ વખતે માત્ર 3 બેઠકો મળી હતી. ભાજપના મિત્ર ઓરિસ્સામાં 147માંથી 10 બેઠકો અને ગોવામાં સીટો મળી 40માંથી 13 છતાં સરકાર કઇ રીતે બનાવી….? યે તો પબ્લિક હૈ યે સબ જાણતી હૈ…ઓરીજીનલ ચાણક્ય માથુ ખંજવાળે છે…
દેશમાં વિધાનસભાની કુલ 4139 બેઠકો છે. તેમાંથી ભાજપ પાસે માત્ર 1,516 બેઠકો છે. જેમાંથી 950 બેઠકો એટલે કે લગભગ 60 ટકા બેઠકો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી, એમપી અને રાજસ્થાનમા છે.
અબ કી બાર…આંધી નહીં મોદી હૈ… દેખો..દેખો કૌન આયા…એવું ચિત્ર મતદારો સમક્ષ રજૂ કરાયું હતું. જો નેતાજીની એટલી જ લોકપ્રિયતા અને બોલે તો ઝકાશ…મખમલી છબિ હોય તો લોકસભાની જેમ વિધાનસભામાં કેમ પાછળ…? કેટલાક રાજ્યોમાં ખાતુ પણ ખુલ્યુ નથી. તો તેમને મોદી મેજિક કઇ રીતે કહી શકાય…? એવા સવાલો આ વાઇરલ આંકડા બાદ પૂછાઇ રહ્યાં છે. ગુજરાતમાં 2014 અને 2019 એમ બબ્બે વખત તમામ 26 બેઠકો ફરી ફરીને કઇ રીતે મળે…? 2017માં કોંગ્રેસને 182માંથી 63 બેઠકો મળી. એટલે ત્રીજા ભાગની બેઠકો મળી. ભાજપને 100માં એક ઓછી 99 મળી. દોઢ વર્ષ પછી લોકસભાની ચૂંટણીમાં એ જ ગુજરાતમાં એ જ મતદારો કોંગ્રેસને એક પણ સીટ ના આપે…? 63 બેઠકો આપનારા મતદારો 26માંથી એક પણ ના આપે તો મોદીજીની લોકપ્રિયતા ખરી.
પણ બીજા રાજ્યોમાં શું…? લોકસભામાં મોદી…મોદી… અને વિધાનસભામાં….? લોકપ્રિયતાના બે ભાગ ના હોઇ શકે. 56ના બે ભાગ ના કરાય. 56 એટલે 56. પણ મતદારોએ જાણે 56ને 5 અને 6 ગણ્યા હોય તેમ લોકસભામાં 302 આપી અને તે અગાઉ 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નહીં પણ પંજાને સત્તા સોંપી. છગડો ગાયબ…? યે તો પબ્લિક હૈ…. યે સબ જાનતી હૈ… યે તો પબ્લિક હૈ…! અજી અંદર ક્યા હૈ…અજી બાહર ક્યા હૈ…યે સબ જાણતી હૈ રે l તાઉજી…..!

Print Friendly, PDF & Email