Home દેશ - NATIONAL દેશભરમાં CAA લાગુ થયુ, સરકારે નોટિફિકેશન જારી કર્યુ

દેશભરમાં CAA લાગુ થયુ, સરકારે નોટિફિકેશન જારી કર્યુ

24
0

ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે

(જી.એન.એસ),તા.૧૧

નવી દિલ્હી,

નાગરિક્તા સંશોધન કાયદાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએએને લઈને નોટિફિકેશન જારી કરી દેવાયુ છે. દેશમાં બિન મુસ્લિમ શરણાર્થીઓને મળી શકશે નાગરિક્તા. કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ એક મોટું પગલું છે. આ અંતર્ગત ત્રણ પડોશી દેશોના લઘુમતીઓ હવે ભારતીય નાગરિકતા મેળવી શકશે. આ માટે તેઓએ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં CAAનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ આને મોટો મુદ્દો બનાવ્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે તેમના તાજેતરના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ કર્યો છે.

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિમેન્સ પ્રીમિયર લીગમાં, દિલ્હી કેપિટલ્સએ રોયલ ચેલેન્જર બેંગ્લોરને 1 રનથી હાર આપી
Next articleસ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ