Home દેશ - NATIONAL દુલ્હને 10 રૂપિયાની નોટ પર લખ્યો લવ લેટર, થયો વાયુવેગે વાઈરલ

દુલ્હને 10 રૂપિયાની નોટ પર લખ્યો લવ લેટર, થયો વાયુવેગે વાઈરલ

64
0

હાલમાં પ્રેમનો મહિનો એટલે કે લોકો વેલેન્ટાઈન વીકમાં પોતાના લવરને ગિફ્ટ મોકલી રહ્યા છે. આ દરમિયાન એક દુલ્હને પોતાના પ્રેમીને 10 રૂપિયાની નોટમાં મેસેજ લખીને અજીબોગરીબ ડિમાન્ડ મુકી છે. હકીકતમાં જોઈએ તો, દુલ્હન પોતાના લગ્નથી ખુશ નથી. એટલા માટે તે પોતાના પ્રેમીને મેસેજ લખીને તેને લગ્નના મંડપમાંથી ભગાડવાની વાત કરી રહી છે. ઈન્ટરનેટ પર આ 10 રૂપિયની નોટની તસ્વીર વાયરલ થઈ રહી છે. દુલ્હને 10 રૂપિયાની નોટ પર પોતાના બોયફ્રેન્ડ વિશાલના નામ પર લેટર લખ્યો છે. આ નોટ સામે આવ્યા હતા વિશાલ અને કુસુમ નામના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની ચર્ચા થવા લાગી છે. લેટરમાં લખ્યા અનુસાર, કુસુમ નામની છોકરીના લગ્ન 26 એપ્રિલે છે.

આ અગાઉ તે પોતાના પ્રેમી વિશાલ માટે 10 રૂપિયાની નોટ પર લેટર લખે છે. આ લેટરમાં કુસુમે લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાડીને લઈ જા. આઈ લવ યૂ. તારી કુસુમ. એવું લાગી રહ્યુ છે કે, આ નોટ અન્ય કોઈના હાથમાં આવી ગઈ અને આ નોટમાં લખેલો મેસેજના ફોટો પાડી ઈન્ટરનેટ પર શેર કરી દીધો. આ તસ્વીરને ટ્વિટર પર એક યુઝરે શેર કરી છે. તેની સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ટ્વિટર પોતાની તાકાત દેખાડે. 26 એપ્રિલ પહેલા કુસુમનો આ મેસેજ વિશાલ સુધી પહોંચાડવાનો છે. બે પ્રેમ કરનારાને ભેગા કરાવાના છે. મહેરબાની કરીને તેને આગળ શેર કરો. અને તમામ વિશાલને ટેગ કરો. જેને આપ જાણતા હો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતનો સૌથી મોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે છે એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ
Next articleસુપ્રીમ કોર્ટે ભાષા અને બોલવાની અક્ષમતાને કારણે MBBSમાં પ્રવેશથી વંચિત યુવતીના પક્ષમાં આપ્યો ચુકાદો