બીબીસીની ઓફિસો પર આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલુ છે અને આવકવેરા વિભાગની ટીમો દિલ્હી તથા મુંબઈ સહિત 20 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટેક્સ ચોરી મામલે આવકવેરા વિભાગની ટીમો સર્વે કરી રહી છે. ટીમે બીબીસી ઓફિસને સીલ કરી દીધી છે. કર્મચારીઓના બહાર નીકળવા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ આવકવેરા વિભાગની ટીમો કર્મચારીઓને સિસ્ટમ અને મોબાઈલના ઉપયોગ ઉપર પણ રોક લગાવી છે.
શું તમે જાણો છો?.. દિલ્હી ઓફિસે પહોંચી 60-70 લોકોની ટીમ?.. જેમાં તમને જણાવીએ કે મળતી માહિતી મુજબ BBC ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગની 60થી 70 લોકોની ટીમ સર્વે માટે પહોંચી છે અને જૂના ખાતા ફંફાળી રહી છે. આવકવેરા વિભાગની ટીમે કર્મચારીઓના ફોન બંધ કરાવી દીધા છે અને આ સાથે જ કોઈને પણ પરિસરમાં આવવા જવાથી અટકાવી દીધા છે. આઈટી વિભાગની ઈન્ટરનેશનલ ટેક્સેશન વિંગે બીબીસી પર સર્વે કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કરાધાન અને મૂલ્ય નિર્ધારણ અનિયમિતતાઓ માટે દિલ્હી અને મુંબઈ સહિત 20 ઓફિસોમાં સર્વેક્ષણ થઈ રહ્યો છે.
શું તમે જાણો છો?.. કોંગ્રેસે કરી ટ્વીટ?.. જાણો શું કહેવામાં આવ્યું ટ્વિટમાં?.. કોંગ્રેસના હેન્ડલ પરથી એક Tweetમાં કહેવામાં આવ્યું છે કે, પહેલાં બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. હવે બીબીસીમાં આઇટીના દરોડા, એ અઘોષિત કટોકટી છે. બીજી ટ્વીટ કોંગ્રેસ નેતા જયરામ રમેશે બીબીસી પર આવકવેરાની કાર્યવાહી પર કહ્યું કે અહીં અમે અદાણીના કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસી પાછળ પડી ગઈ છે.
બીબીસીની ડોક્યુમેન્ટરીનો શું છે મામલો? તે જાણો.. તાજેતરમાં જ બીબીસીની એક ડોક્યુમેન્ટરી આવી હતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર હતી. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રોપેગેંડા ગણાવીને સ્ક્રીનીંગ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વિપક્ષ આવકવેરા વિભાગના દરોડાને બીબીસીની ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને કેન્દ્ર પર નિશાન સાધી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.