Home ગુજરાત દિલ્હીમાં 50 હજારથી વધુની ભીડે લોકડાઉનની ધજ્જીયા ઉડાવી દીધી…!

દિલ્હીમાં 50 હજારથી વધુની ભીડે લોકડાઉનની ધજ્જીયા ઉડાવી દીધી…!

383
0
SHARE

જીએનએસ, નવી દિલ્હી

કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા મોદી સરકારે સળંગ 21 દિવસનો રાષ્ટ્ર વ્યાપી દુનિયાનો સૌથી મોટો લોકડાઉન શરૂ કરીને બીજા દેશો માટે પ્રેરકરૂપ પગલા લઇ રહ્યાં છે ત્યારે લોકડાઉનના ચોથા દિવસે આજે દિલ્હીમાં જ આનંદવિહાર બસ અડ્ડા ખાતે અંદાજે 50હજાર લોકોની ભીડ પોતાના વતન યુપી-બિહાર જવા માટે એકત્ર થતાં સોશ્યલ ડીસ્ટીંગની સાથે સમગ્ર લોકડાઉનની પથારી ફરી ગઇ છે. પોલીસ અને અન્ય વહીવટીતંત્ર ઓ લોકોને સમજાવવામાં નિષ્ફળ ગયા છે અને આ લખાય છે ત્યારે રાતના 9.30 કલાકે પણ હજારો લોકોની ભીડ છે. એક ટીવી ચેનલે એવો દાવો કર્યો કે કોઇએ રાજકારણ રમીને દિલ્હીમાં આ લોકોમાં અફવા ફેલાવી કે તેમને વતન મોકલવા માટે આનંદવિહાર ખાતે બસોની વ્યવસ્થા છે….! અને તેના કારણે લોકોની ભીડ ટલી વધી કે  જાણે કુંભના મેળામાં જે ભીડ જોવા મળે તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને લોકડાઉનનનો જાણે કો કોઇ અર્થ જ રહ્યો નહોતો. પોલીસ કેટલાને પકડીને લોકઅપમાં મૂકે એવા સવાલો પણ થઇ રહ્યાં હતા. કેમ કે ૫૦ હજાર લોકો એક જ સ્થળે એકત્ર થઇ ગયા હતા.

કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકાર સક્રિય છે અને તેમણે કેટલીક બસોની વ્યવસ્થા કરી લોકોને રવાના કરી હતી.   આ અંગેના સમાચાર વાયુવેગે ફેલાતા આજે શનિવારે સાંજે દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ પર પોતાના વતન ઘરે પરત જવાની વ્યવસ્થાની આશા સાથે હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થવા લાગી હતી. જોતજોતામાં હજારોની સંખ્યામં લોકો પોતાના પરિવાર અને બિસ્તરા સાથે એકત્ર થઇ ગયા હતા.બસ ટર્મિનલની બહાર લોકો બસોની રાહ જોતા ઉભા દેખાતા હતા.બીજી બાજુ પોલીસ પણ સતત અપીલ કરતી રહી કે એક બીજાથી અંતર બનાવીને રાખો અને ધીમે ધીમે આગળ વધો. પણ તેમની અપીલની ખાસ અસર જોવા મળી ન હતી. અને મોડી રાત્રે તો સ્થિતિ કાબુ બહાર જતી જણાતી હતી.

સરકારો લોકોને એક બીજાથી દૂર રાખવા વારંવાર અપીલો કરી રહી છે. ભારત કોરોના મહામારીના ખતરનાક ત્રીજા તબક્કામાં છે. કરિયાણાની દુકાનની બહાર કુંડાળા કરીને ગ્રાહકોને એકબીજાથી અંતર રાખીને ઉભા રાખતી તસ્વીરો પણ જોવા મળી છે. પરંતુ આજે દિલ્હીમાં જે હજારોની ભીડ એક ત્ર થઇ તેમાંતી કોઇ કોરોનાનો ચેપી રોગ વાહક હશે તો હજારોની સંખ્યામાં કોરોનાનો રોગ ફેલાઇ ગયો હશે યા ફેલાઇ રહ્યો હશે.

સૂત્રોએ કહ્યું કે જાણે કે કંભના મેળામાં જે રીતે લોકોની ભીડ એકત્ર થાય છે વી ભીડ એક જ સ્થળે કલાકો સુધી અને કેટલાય લોકોએ એકબીજાને સ્પર્શ કર્યો હશે, નજીક આવ્યાં હશે. અને તેમાંથી કોણ કોરોનાના લક્ષણો ધરાવે છે તેની પણ કોઇને ખબર નથી. રિપબ્લિક ભારત નામની ટીવી ચેનલે દાવો કર્યો હતો કે કોઇએ સરકારના લોકડાઉનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા દિલ્હીમાં અફવા ફેલાવીને બીજા રાજ્યોમાં રહેતા મજૂર વર્ગના  લોકોને આનંદવિહાર બસ અડ્ડા પર મોકલવાની ચાલ રમી છે. ચેનલે એવો પણ દાવો કર્યો કે આ રાજકીય રમત કોણે કરી છે તે પરિબળોને તેઓ જાણે છે અને એ પરિબળોને ખુલ્લા પાડવાની જાહેરાત પણ ચેનલ દ્વારા કરાયો હતો.

પોલીસ એકલદોકલ લોકોને પકડીને તેમને ડંડા મારે છે. પણ દિલ્હીમાં લોકોએ ભીડનું સ્વરૂપ લઇ લીધુ ત્યારે પોલીસના હાથ પણ હેઠા પડી ગયા હતા. અને તેઓ પણ લાચાર બનીને જોઇ રહ્યાં હતા. પોતીની રોજીને છોડીને તેઓ પોતાના ઘરે જેમ બને તેમ વહેલી તકે પહોંચવા માંગતા હોય તેમ એકબીજાનું સાંભળીને આનંદવિહાર પહોંચી રહ્યાં હતા. લોકડાઉનના કડક અમલના સરકારના તમામ પ્રયાસો ચકનાચૂર થઇ ગયા હતા. દિલ્હ-યુપીની બોર્ડર પર હજોરોની ભીડના ટોળાથી યોગી સરકારની પણ ઉંઘ હરામ થઇ ગઇ હતી. અને તેમણે તાકીદની બેઠક યોજીને હજારો લોકોને યુપીમાં પ્રવેશશ આપવો કે કેમ તેની ચર્ચા કરી રહ્યાં હતા. આ બજારોની ભીડ પોતાના ગામડે જઇને તેમાંથી જો કોઇ ચેપી રોગવાળો હશે તો શું સ્થિતિ સર્જાળે તેની તો કલ્પના જ કરવી રહી….!

Print Friendly, PDF & Email