Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી

18
0

(જી.એન.એસ),તા.૧૨

નવીદિલ્હી,

દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ છે. જેમા 6 રાજ્યોની 62 બેઠકોના ઉમેદવારો પર ચર્ચા થઈ છે. આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. બીજી યાદીમાં ગુજરાત કોંગ્રેસના 24 બેઠકોના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામ સહિતના રાજ્યોની સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જો વાત રકરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ અને વલસાડ, અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. દિલ્હીમાં ચાલી રહેલી CECની બેઠક દરમિયાન જ પોરબંદરથી લલિત વસોયાને ચૂંટણી લડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. હાઈકમાન્ડનો લલિત વસોયા પર ફોન ગયો હતો અને તેમને પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સહિત બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ નિશ્ચિત છે. વલસાડથી અનંત પટેલ, પાટણથી ચંદનજી ઠાકોરને ચૂંટણી લડવાનું કહી દેવામાં આવ્યુ છે.

ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં પણ કોંગ્રેસ પોતાના ધારાસભ્યને જ મેદાને ઉતારી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પાસે માત્ર એક જ ધારાસભ્ય છે. નવસારીની વાંસદા બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. અનંત પટેલ વલસાડથી ચૂંટણી લડી શકે છે.  દક્ષિણ ગુજરાતમાં અનંત પટેલ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. આદિવાસીઓ વચ્ચે પોતાના આક્રમક મિજાજના કારણે પણ તેઓ જાણીતા છે. ગુજરાતમાં 26 બેઠકો પૈકી 2 બેઠકો પર મહાગઠબંધનને ફાળે જતા કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયુ છે. જેમા કોંગ્રેસે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો આપને ફાળવી છે. જેમા ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણા જ્યારે ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા મેદાને છે. ભાજપે ભાવનગર બેઠક પર હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી, જ્યારે ભરૂચ બેઠક પર મનસુખ વસાવા ભાજપમાંથી સતત સાતમીવાર મેદાને છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકસભામાં કોંગ્રેસ અશોક ગેહલોત, સચિન પાયલોટ, જિતેન્દ્રસિંહ, દિગ્વિજયસિંઘ સહિત કમનાથને પડતા મુકી શકે છે. તેમને ટિકિટ મળવાની શક્યતા નહિવત બતાવાઈ રહી છે.

કોગ્રેસે તેની પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ યાદી અનુસાર રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. રાહુલ ઉપરાંત ભૂપેશ બઘેલ અને શશી થરૂરના નામ પણ આ યાદીમાં છે. રાહુલ ગાંધી તેમની વર્તમાન બેઠક વાયનાડથી ચૂંટણી લડશે. રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલને મેદાને ઉતારવામાં આવશે. જ્યારે કેરલની તિરુવનંતપુરમ બેઠકથી શશી થરૂર ચૂંટણી લડશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના છે. જ્યારે કે 24 ઉમેદવારો એસસી-એસટી, ઓબીસી અને લઘુમતી કેટેગરીના છે. આ 39 નામોમાં 4 મહિલા ઉમેદવારોને સામેલ કરવામાં આવ્યા છે. હાલ કેરળ, કર્ણાટક, તેલંગાણા, લક્ષ્યદ્વીપના ઉમેદવારો છે. ઉપરાંત, છત્તીસગઢ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના ઉમેદવારો છે. પહેલી યાદીમાં ગુજરાતના એક પણ ઉમેદવારનું નામ નથી. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે, જો સરકાર બનશે તો અમે તમામ વચનો પૂરા કરીશું. અમે તેલંગાણા અને કર્ણાટકમાં આને પૂર્ણ કરી રહ્યા છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય રેલવેના ઉત્તર ઝોન દ્વારા 15થી વધુ વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવામાં આવશે
Next articleબેંક ઓફ બરોડા દ્વારા ગ્રીન FD લોન્ચ કરવામાં આવી