આમ આદમી પાર્ટી માટે વધુ એક મોત આંચકો
(જી.એન.એસ) તા. 6
નવી દિલ્હી,
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Delhi LG VK Saxena)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન “શિખ્સ ફોર જસ્ટિસ” પાસેથી કથિત રીતે રાજકીય ભંડોળ મેળવવા માટે એન આઈ એ તપાસની ભલામણ કરી છે. એક અહેવાલ મુજબ, લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ મળી હતી કે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિને સુરક્ષિત કરવામાં અને ખાલિસ્તાની તરફી ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો પાસેથી મોટી રકમ મળી હતી.
એવા આક્ષેપો છે કે આમ આદમી પાર્ટીને ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો પાસેથી 16 મિલિયન અમેરિકન ડોલર મળ્યા હતા. એલજી ઓફિસના સૂત્રોએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરને આ મામલે ફરિયાદ મળી છે. જેમાં ઉગ્રવાદી ખાલિસ્તાની જૂથો દ્વારા આમ આદમી પાર્ટીને ફંડિંગના આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમજ આક્ષેપોની યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું છે કે આરોપો સીધા મુખ્યમંત્રી સામે છે. આ આરોપો ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તરફથી રાજકીય પક્ષને લાખો ડોલરના કથિત ભંડોળ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, ફરિયાદીએ રજૂ કરેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવાની જરૂર છે.
લેફ્ટનન્ટ ગવર્નરના આ નિર્ણય પર રાજકારણ ગરમાયું છે. લેફ્ટનન્ટ ગવર્નર પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કેજરીવાલ વિરુદ્ધ આ એક મોટું ષડયંત્ર છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આ બીજું મોટું ષડયંત્ર છે. એલજી સાહેબ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. બીજેપી દિલ્હીમાં તમામ સીટો ગુમાવી રહી છે, તેથી ગભરાટમાં આ પગલું લેવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.