Home દેશ તોગડિયાના સહયોગીએ સલમાન ખાનને પીટનારને બે લાખનું ઈનામ જાહેર કર્યું

તોગડિયાના સહયોગીએ સલમાન ખાનને પીટનારને બે લાખનું ઈનામ જાહેર કર્યું

447
0
SHARE

(જી.એન.એસ.)મુંબઈ,તા.૧
વિશ્વ હિંદૂ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના નવા સંગઠન ‘હિંદૂ હી આગે’ના આગરા એકમ પ્રમુખ ગોવિંદ પારાશરે ગુરુવારે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને સાર્વજનિક રૂપથી પીટનાર કોઇ પણ વ્યક્તિને 2 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. એમને સલમાન ખાન પર હિંદુઓની ભાવનાઓને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સલમાન ખાનનું પ્રોડક્શન હાઉસ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે. જેનું નામ એમને લવરાત્રિ રાખ્યું છે. પારાશરનો આરોપ છે કે ફિલ્મને જાણી જોઇને હિંદુ તહેવાર નવરાત્રિ દરમિયાન રિલીધ માટે નિર્ધારિત કરવામાં આવી છે.
પારાશર અને સંગછનના અન્ય કાર્યકર્તા ગુરુવારે આગરાના ભગવાન ટોકીઢ પહોંચ્યા અને સલમાન ખાનની ફિલ્મોના પોસ્ટર સળગાવ્યા. એમને સલમાન ખાન અને ફિલ્મ લવરાત્રિની વિરુદ્ધ નારા લગાવ્યા. લવરાત્રિ ઓક્ટોબરમાં રિલીઝ થનારી છે અને ફિલ્મમાં સલમાનના સાળા આયુષ શર્માએ કામ કર્યું છે.
પારાશરે ચેતાવણી આપી અને કહ્યું, ‘હિંદુઓની ભાવનાઓને આઘાત પહોંચાડવાનું સહન કરીશું નહીં. હિંદુ હી આગેના શહેર એકમ અધ્યક્ષ તરીકે હું જાહેરાત કરું છું કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને સાર્વજનિક રૂપથી પીટવા વાળા વ્યક્તિને બે લાખ રૂપિયા ઇનામ આપીશ.’આગળ એમને જણાવ્યું કે સેન્સર બોર્ડે આ ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપવી જોઇએ નહીં. જો થિયેટરોમાં ફિલ્મના પ્રદર્શનની મંજૂરી મળી જાય છે તો હિંદુ હી આગેના કડક વિરોધના પ્રદર્શનનો સામનો કરવો પડશે. સાથે ફિલ્મ દેખાડનાર થિયેટરોને સળગાવવામાં આવશે.

Print Friendly, PDF & Email