Home રમત-ગમત તીરંદાજી વિશ્વ કપમાં ભારતીય પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

તીરંદાજી વિશ્વ કપમાં ભારતીય પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

SHARE

(જી.એન.એસ)શાંઘાઈ,તા.૨૦
ચીનના શાંઘાઇમાં ચાલી રહેલા તીરંદાજી વિશ્વ કપમાં ભારતીય કંપાઉન્ડ પુરૂષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતીય ટીમે સેમીફાઇનલમાં અમેરિકાને ૨૩૨-૨૩૦ના નજીકના અંતરથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને કોલંબિયાની ટીમને હરાવી હતી. ભારતીય ખેલાડીઓ અભિષેક વર્મા, ચિન્ના રાજૂ શ્રીધર અને અમનજીત સિંહે અચૂક નિશાન સાધીને ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો છે.
જ્યારે બીજી તરફ તીરંદાજી વિશ્વકપમાં ભારતના અભિષેક અને જ્યોતી સુરેખાની જોડીએ મિક્સ્ડ પેયર સ્પર્ધાના કાંસ્ય પદક મુકાબલામાં પ્રવેશ કરી લીધો છે. હવે આ ભારતીય જોડીનો મુકાબલો અમેરિકી જોડી સામે થશે.

archery-world-cup-2