Home ગુજરાત તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમૌ શાળાના શિક્ષિકા અસ્મીતાબેન ગોસ્વામીની પસંદગીઃ પ્રમાણપત્ર આપી...

તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમૌ શાળાના શિક્ષિકા અસ્મીતાબેન ગોસ્વામીની પસંદગીઃ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

133
0
SHARE

(જી.એન.એસ,ધવલ દરજી)માણસા,તા.૬
ગાંધીનગર ખાતે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક માત્ર અક્ષરજ્ઞાન આપવાનું કે જીવનનિર્વાહ માટેનું પ્લેટફોર્મ જ તૈયાર કરી આપવાનું કામ નથી કરતા પણ સાથે સાથે જીવનને સાર્થક બનાવવા માટેના મૂલ્યોનું પણ બાળમાનસમાં સિંચન કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે. માણસા તાલુકાના સમૌ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા અસ્મિતાબેન ગોસ્વામીની તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી.

ત્યારે તેમને ડીડીઓ સાહેબના હસ્તે રૂપિયા ૫ હજારનો ચેક અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે અસ્મિતાબેન ગોસ્વામીએ સમગ્ર માણસા તાલુકાનું જ નહિ પરંતુ સમૌ શાળા તથા તેમના સમાજનું પણ નામ રોશન કર્યું છે. સૌ કોઇ લોકોએ તેમને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે તેવા આશિર્વાદ પણ પાઠવ્યા હતા.

Print Friendly, PDF & Email