Home ગુજરાત “ઢબુડી માં” અમારી આસ્થા, સાહેબ સહિત તમે કહો એનો ફોન કરાવું, પાંચ...

“ઢબુડી માં” અમારી આસ્થા, સાહેબ સહિત તમે કહો એનો ફોન કરાવું, પાંચ મિનીટમા ફોન આવી જશે….!!!

512
0
SHARE

(જી.એન.એસ., કાર્તિક જાની) તા.12
ફરાર ઢબુડી ઉર્ફે ધનજી ઓડ આજે પોલિસે બીજી નોટિસ આપતાં અચનાનક ઓડ ગઇકાલે રાત્રે 11.16 વાગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. અને જવાબ લખાવીને રવાના પણ થઈ ગયો. પેથાપુર પોલીસ સ્ટેશન ના psi એ જણાવ્યું કે ધનજી ઓડ નું નિવેદન લઈ લેવામાં આવ્યું છે. ધનજી ઓડના નિવેદનમાં કયા કયા ગાદીઓ કરી છે તેમજ ક્યાં કયા બેન્કમા ખાતા ખોલાવેલ છે તે તમામ વિગતનું નિવેદન લેવામાં આવ્યું છે તાપસ ચાલુ છે. તપાસમાં ખ્યાલ આવશે કે ગુનો બને છે કે નહીં.
આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ થાય છે કે અગાઉ ઘણી વખત મીડિયા દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઢબુડી માં ઉર્ફે ધનજી ઓડને રાજ્યના મોટા રાજનેતાઓ સાથેનાં સબંધો હોવાની શક્યતા રહેલી છે, આ સાથે થોડા સમય અગાઉ જીએનએસના પત્રકાર કાર્તિક જાનીની ઉપર આવેલા લંડન સ્થિત ધનજીના એન.આર.આઈ સમર્થકે સ્પષ્ટપણે કહેલું કે સાહેબ સહિત તમે કહો તે રાજનેતા સાથે તમારી વાત કરાવું તમે નામ આપો એ રાજકારણીઓ સાથે મારે સંબંધ છે અમારી ગુડવિલ એટલી છે કે પાંચ મિનિટમાં તમારી ઉપર ફોન આવી જશે આવી પત્રકારને રાજકીયનેતાની બીક બતાવી ઢબુડી ધનજીના પુરાવા જાહેર નહિ કરવાની ઇનડાયરેક્ટ ધમકી આપવામાં આવી હતી

લંડનથી ધનજીના સમર્થક.- હિરેન ભાઈને પૂછો, વ્યાસ ભાઈને પૂછો, ગમે તેને પૂછો ઓળખે છે સારી રીતે. કરાઈ શકું છું તમારા ફોન ઉપર

પત્રકાર :- બરાબર

લંડનથી ધનજીના સમર્થક. :- તમે ગમે તેને પૂછો બધાજ ઓળખે છે.

પત્રકાર :- રાજકારણ માં કોનો રેફરન્સ કીધો તમે ?

લંડનથી ધનજીના સમર્થક. :- રાજકારણમાં સાહેબ જોડે છે પછી તમે કહો એ રીતે

પત્રકાર :- બરાબર

લંડનથી ધનજીના સમર્થક. :- તમે ખાલી નામ કેજો

પત્રકાર :- ન, ન મારે ક્યાં કોઈ રાજકારણ ને મીડિયા થી શુ લેવાદેવા

લંડનથી ધનજીના સમર્થક. :- મારી સારી ગુડવીલ છે, મને સારા માણસ નું સંપર્ક થયો છે.

પત્રકાર :- શુ નામ કીધું આપનું, આખું નામ

લંડનથી ધનજીના સમર્થક.:- મેં એક બાર કઈ દીધું મારે તમારી જોડે ખાસ વાત ચીત કરવી હતી.

પત્રકાર :- નામ ભુલી ગયો છું આપનું, હું કોને જોણે વાત કરું છું એ તો મને ખબર હોવી જોઈએ, હરીશ ભાઈ કીધું શુ કીધું?

લંડનથી ધનજીના સમર્થક. :- કન્જેકશન પતશે ન ત્યારે તમને કહીશ .

પત્રકાર :- હરીશભાઈ કીધું શુ કીધું એમ ?

લંડનથી ધનજીના સમર્થક. :- તમે આ નંબર સર્ચ કરશો ન ? એટલે પ્રોફાઈલ આવી જશે

પત્રકાર :- ન, ન મારે શું કમ સાહેબ નંબર સર્ચ કરવો પડે.

લંડનથી ધનજીના સમર્થક. :- નંબર ચેક કરશો તો પ્રોફાઈલ આવી જશે.

પત્રકાર :- ન, ન

લંડનથી ધનજીના સમર્થક.:- તમે જે કહેતા હતા ન સાહેબ ભરત ભાઈને કે આવી રીતનું છે. એના માટે મારે તમારી જોડે વાત કરવી હતી.

પત્રકાર :- હા , હા બોલો સાહેબ.

લંડનથી ધનજીના સમર્થક. :- તમે મને થોડી માહિતી આપી શકશો.

પત્રકાર :- હા બોલો ને શુ જોઈએ છે.

લંડનથી ધનજીના સમર્થક. :- તમે કહો છો ન છે ન તમારી જોડે.

પત્રકાર :- હા બધુ જ છે મારી જોડે

પત્રકાર :-  જુઓ બધાજ પુરાવા મારી જોડે છે. એમના બેંકનું એકાઉન્ટ ક્યાં છે મારી જોડે છે. જે આલીશાન બગલાંમાં ધનજી ઓડ રહે છે

પત્રકાર :-   સાંભળો એ કોનો છે, એભી મારી જોડે છે. પછી મુંબઈ માં જે ગાદી થઈ હતી

લંડનથી ધનજીના સમર્થક. :- હા, હા

પત્રકાર :- બરાબર ,  એમા ગાદી માં કેટલો વહીવટ થાય છે અને ક્યાં થાય છે એબી પુરાવા છે મારી જોડે. એનું જે સોનુ ચાંદી જે પહેરે છે એ કઈ જવેલર્શ માં સોનુ ચાંદી ઓગળીને બનાવે છે એની પણ માહિતી આવેલી છે મારી જોડે.

પત્રકાર :-  જે ભાઈ પેલા વહીવટી કરતો હતો એના તમામ વહીવટી કોને શોપી દીધા અને લિખિત માં લીધું અનુ ભી પુરાવો છે. અને જે સ્ત્રી યૌન શોષણ નો ભોગ બની છે એ વસ્તુ નો પુરાવો છે GNS જોડે. બરાબર

લંડનથી ધનજીના સમર્થક :-  મારે એટલી વાત કેવી છે કાર્તિક ભાઈ એમાં માતાજી ક્યાં?

પત્રકાર :- મારે માતાજીથી કોઈ લેવા દેવા નથી, મારે ધનજી થી લેવા દેવા છે. માતાજી ને તો જો તમે ભી લંડનમાં બેઠા છો તો તમે ભી પૂજતા હશો. અને હું ભારત માં પુજુ છું. બરાબર

પત્રકાર :- મારુ તમને એવું કહેવું છે કે તમે ધનજીને કેવી રીતે ઓળખો એ પેલા મને કહો.

હરીદત્ત જોષી :- અમારું અસ્થાનો કેન્દ્ર છે. અને અમે માનીએ છીએ.

પત્રકાર :- તમારો અસ્થાનો કેન્દ્ર છે બરાબર, તો તમારા ઇન્ડિયા માં તો કોઈ હશે? તમે મને તમારું પૂરું નામ આપતા નથી? અને તમે મને કહો છો વિગત આપો. અને જે વિગત મારી જોડે હટી તે મેં તમને કીધી. અને બીજી ભી કહીશ પણ તમારી તો સરખી ઓળખાણ આપો એમ.

લંડનથી ધનજીના સમર્થક. :- સારું હું તમને પાંચ મિનટ પછી કોલ કરું. કોઈકનો કોલ આવશે તમારી ઉપર પછી હી પાંચ મિનિટમાં કોલ કરું..

Print Friendly, PDF & Email