Home રમત-ગમત ડોપિંગ એજેન્સી નાડાએ ફુટબોલર સુબ્રતો પોલને ડોપિંગ ટેસ્ટમાં કર્યો નાપાસ

ડોપિંગ એજેન્સી નાડાએ ફુટબોલર સુબ્રતો પોલને ડોપિંગ ટેસ્ટમાં કર્યો નાપાસ

SHARE

જી.એન.એસ, તા.૨૫
ભારતીય ગોલકીપર અને અર્જુન એવોર્ડ વિજેતા ફુટબોલ પ્લેયર સુબ્રત પોલને રાષ્ટ્રીય ડોપિંગ એજન્સી NADA તરફથી આયોજીત ડોપ ટેસ્ટમાં ફેલ કરાયા છે. આ વિશે NADA તરફથી એક પત્ર મોકલીને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન AIFF ને સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર AIFFને સોમવારે જ પોલના ડોપ ટેસ્ટમાં ફેલ થવાની સૂચના આપી દેવામાં આવી હતી. હવે જોવુ એ રહ્યુ કે AIFF પોલને સસ્પેન્શન કરે છે કે નહી. હજુ સુધી સત્તાવાર રીતે આ વીશે કોઈ રજૂઆત કરવામાં આવી નથી.